નવી દિલ્હીઃ નેપાળમાં આવેલા પૂર સંકટમાં અનેક લોકો હજુ પણ લાપતા છે. અનેક એવા ભારતીય પરિવારો પણ છે જે પોતાના સ્વજનોની રાહ જોઈને બેઠા છે. જેમ જેમ દિવસે આગળ વધી રહ્યા છે. એમ મિસિંગ રિપોર્ટ પર આ પરિવારો મીડ માંડીને બેઠા છે. આ ચિંતાના માહોલ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પૂરથી પ્રભાવિત વિસ્તારમાંથી 275 ભારતીય નાગરિકો હજુ પણ લાપતા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મિસિંગ લોકોની જાણકારી માટે ભારત અને નેપાળ સરકાર, સ્થાનિક વિભાગો અને અન્ય એજન્સીઓના સંપર્કમાં છે. આ સાથે ભારત સરકાર જે તે રાજ્ય સરકાર સાથે પણ વાતચીત કરી રહી છે, જેના પરિવારોમાંથી કોઈ નેપાળ ગયું હતું.
સરકારએ કરી મહત્ત્વની સ્પષ્ટતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે, ચીન તરફથી 49 ભારતીયો લાપતા થયાની સૂચના આપવામાં આવી હતી. એ તમામ લાપતા થયેલા કુલ ભારતીયોની યાદીમાં આવી જાય છે. નેપાળ સરકારની એજન્સી નેપાળમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં મૃત્ય પામેલા લોકોનો આંકડો 1287 હોવાનું સ્પષ્ટ કરી ચૂકી છે. આ વાતની સરકારે પણ ખાતરી આપી છે. આશરે 5083 લોકો હજુ એવા છે જે લાપતા છે. જેમાંથી 583 વિદેશી નાગરિકો છે.
Nepal Flood: 9 દિવસ બાદ ટનલમાંથી 2 કામદાર જીવતા રેસ્ક્યૂ | Nepal Flash Flood Rescue
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 4, 2026
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ રસુવા સ્થિત Trishuli-3A Hydroelectric Projectની ટનલમાં ફસાયેલા બે કામદારોને 9 દિવસ બાદ જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. સંજય શાહ અને કબીર મહારજનને રેસ્ક્યૂ… pic.twitter.com/JpMZkV6GEG
મોટા ભાગના મૃતદેહ શવ ચિતવન, નવલપરાસી, નુવાકોટ અને રસુવા જિલ્લામાંથી સામે આવ્યા છે. હજુ પણ રાહત કામગીરી ચાલું છે અને હજારો એવા લોકો છે જેને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. ભારત સતત રાહત પુરવઠો, તબીબી સહાય અને વિશેષ બચાવ ટીમો નેપાળ મોકલી રહ્યું છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ શોધ અને ઓળખ કામગીરીમાં સક્રિયપણે રોકાયેલું છે. નેપાળ દ્વારા ભારત, ચીન અને અમેરિકા પાસેથી વળતર માંગવા અંગેના પ્રશ્નના જવાબમાં ક્લાઈમેન્ટ ચેન્જમાં તેમના નોંધપાત્ર યોગદાનનો ઉલ્લેખ કરીને - પ્રવક્તા જયસ્વાલે જણાવ્યું હતું કે, એક નજીકના મિત્ર તરીકે, ભારત નેપાળને જરૂરી સહાય પૂરી પાડવા માટે સતત પ્રયાસશીલ છે.
કાળજું કંપાવતા દ્રશ્યો! ત્રિશૂલી મઠમાં સ્વજનો માટે અશ્રુભીની પ્રાર્થના | Nepal Flood News
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 3, 2026
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ત્રિશૂલીની મઠ ખાતે અત્યંત ભાવુક માહોલ જોવા મળ્યો છે. પૂરમાં તણાઈ ગયેલા અને લાપતા થયેલા સ્વજનો માટે પરિવારો દ્વારા બૌદ્ધ પરંપરા મુજબ આત્માની શાંતિની પ્રાર્થના… pic.twitter.com/MFk7BI8Xwd
ક્લાઈમેન્ટ ચેન્જ મોટો પડકાર
જયસ્વાલે વધુમાં ઉમેર્યું હતું કે,ક્લાઈમેન્ટ ચેન્જ એક વૈશ્વિક પડકાર છે અને ભારત માને છે કે તેનો સામનો ફક્ત બધા રાષ્ટ્રો દ્વારા સામૂહિક પગલાં દ્વારા જ થઈ શકે છે. વિકસિત દેશો ઐતિહાસિક રીતે સૌથી મોટા પ્રદૂષક રહ્યા છે અને તેમણે ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોનું નેતૃત્વ કરવું જોઈએ. નેપાળમાં આવેલા પૂરને કારણે અનેક એવા લોકો લાપતા થયા હતા. જેને શોધવા માટે ખાસ ટીમ ઊતારી દેવામાં આવી છે. ખાસ કરીને નેપાળ તિબ્બેત બોર્ડર એરિયામાં આવેલા વિનાશકારી પૂરને કારણે કેટલાક લોકો તિબ્બેતમાં પણ લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે. આ માટે નેપાળ સૈન્યની સાથે ઈમરજન્સી રિસપોન્સ ટીમને પણ મેદાને ઊતારી દેવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓની ધીમે ધીમે પુષ્ટી થઈ રહી છે.