Tue Oct 06 2026

Logo

ટેક્સ્ટાઈલ મંત્રાલય એક-બે મહિનામાં વિવિધ યોજના માટે  કૅબનેટની મંજૂરી માગશેેઃ ગીરિરાજ સિંઘ

2026-10-02 19:54:19
Author: Ramesh Gohil
ટેક્સ્ટાઈલ મંત્રાલય એક-બે મહિનામાં વિવિધ યોજના માટે  કૅબનેટની મંજૂરી માગશેેઃ ગીરિરાજ સિંઘ

નવી દિલ્હીઃ ટેક્સ્ટાઈલ મંત્રાલય આગામી એકાદ-બે મહિનામાં વિવિધ યોજનાઓ માટે કૅબિનેટની મંજૂરી માગશે, એમ કેન્દ્રીય પ્રધાન ગીરિરાજ સિંઘે તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત એક સંમેલનને સંબોધિત કરતાં જણાવ્યું હતું. 

અધિકારીઓના જણાવ્યાનુસાર કૅબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવનારી યોજનાઓમાં મુખ્યત્વે અંદાજપત્ર 2026-27માં જાહેર કરવામાં આવેલી ટૅક્સ ઈકો ઈનિશિએટીવ, ટીઈઈએમ (ટેક્સ્ટાઈલ એક્સ્પાન્શન ઍન્ડ એમ્પ્લોયમેન્ટ), નેશનલ ફાઈબર સ્કીમ અને સમર્થ 2.0નો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી એકાદ-બે મહિનામાં આ સ્કીમો કૅબિનેટ સમક્ષ આવશે. ટેક્સ ઈકો સ્કીમ દેશનાં વસ્ત્ર અને કાપડ ઉદ્યોગને પર્યાવરણ અનુકૂળ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાને લક્ષ્યાંકિત કરશે અને ટીઈઈએમ સ્કીમનો ઉદ્દેશ ટેક્સ્ટાઈલ ઉદ્યોગને આધુનિક બનાવવાની સાથે વધુ રોજગાર સર્જન કરવાનો છે.

આ સિવાય નેશનલ ફાઈબર સ્કીમનો ઉદ્દેશ દેશનાં સમગ્ર ટેક્સ્ટાઈલ ફાઈબર ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભરતા વધારવાનો અને આયાત ઘટાડવાનો છે, જ્યારે સમર્થ 2.0 એ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસમાં સુધારો કરવાની દિશાનું પગલું છે.