Tue Oct 06 2026

Logo

કપૂર ખાનદાનમાં વાગશે શરણાઈઓ: હવે જાહ્નવી કપૂરનું નામ કોની સાથે જોડાયું?

2026-10-06 15:52:12
Author: Mumbai Samachar Team
કપૂર ખાનદાનમાં વાગશે શરણાઈઓ: હવે જાહ્નવી કપૂરનું નામ કોની સાથે જોડાયું?

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર લાંબા સમયથી પોતાની લવ લાઇફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીનું નામ રાજકીય પરિવાર સાથે સંબધિત શિખર પહાડિયા સાથે જોડાતું રહ્યું છે. જાહ્નવી કપૂરે અત્યાર સુધીમાં શિખર પહાડિયા સાથેના સંબંધોને સત્તાવાર સમર્થન મળ્યું નથી. હવે તેના એક ખાસ અંદાજે બંનેના સંબંધોને લઈને નવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જાહ્નવીની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પ્લેનમાં એક ખાસ ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી. આ ટી-શર્ટ પર લખેલું હતું કે ‘ઈફ લોસ્ટ, પ્લીઝ રિટર્ન ટૂ શિખર પહાડિયા’ જાહ્નવીના આ મેસેજને જોઈ ફેન્સ ફરી શિખર પહાડિયા પ્રત્યે તેના પ્રેમના ખુલ્લા ઈશારા તરીકે જોઈ રહ્યા છે. 

આ પહેલીવાર નથી જ્યારે જાહ્નવીએ શિખર સાથેના સંબંધને લઈને કોઈ સંકેત આપ્યો હોય. અગાઉ તે ‘મેદાન’ની સ્ક્રીનિંગ દરમિયાન ‘શીખુ’ લખેલું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. આ ઉપરાંત જાહ્નવી અને શિખર ઘણીવાર સાથે જોવા મળ્યા છે, જેના કારણે બંનેના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. 

શિખરનો જાહ્નવીના પરિવાર સાથેનો સંબંધ પણ ખાસ હોવાનું સામે આવ્યું છે. શિખર ઘણીવાર જાહ્નવીના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે જોવા મળ્યો છે. બંને પરિવારો વચ્ચેની નિકટતાને જોતા જાહ્નવી અને શિખરના સંબંધને કપૂર પરિવારની મંજૂરી હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જોકે, લગ્ન અંગે બંને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  

જાહ્નવી અને શિખરના સંબંધની વાત કરીએ તો બંને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં છે. બીજી તરફ, શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. રાજકીય પરિવાર સાથેના જોડાણને કારણે પણ ચર્ચામાં રહે છે.