નવી દિલ્હી: ઍર માર્શલ આશુતોષ દીક્ષિત નવા ચીફ ઑફ ઍર સ્ટાફ હશે અને તેઓ વિદાય લઈ રહેલા ઍર ચીફ માર્શલ એ. પી. સિંહનું સ્થાન લેશે એવી જાહેરાત સંરક્ષણ ખાતાએ મંગળવારે કરી હતી.
દીક્ષિત તેમના વ્યૂહાત્મક આયોજન મટે જાણીતા છે અને હાલ તેઓ હવાઈ દળના નાયબ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. નવી નિમણૂક હવાઈ દળના નેતૃત્વ માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સરકારે ઍર માર્શલ આશુતોષ દીક્ષિતની ઍર ચીફ માર્શલની કક્ષાના 29માં ચીફ ઑફ ઍર સ્ટાફ તરીકે વરણી કરી છે. 31 ઑક્ટોબરથી આ નિર્ણય અમલી બનશે, એમ સંરક્ષણ ખાતાએ જણાવ્યું હતું. ઍર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ 31 ઑક્ટોબરે નિવૃત્ત થશે.
Air Marshal Ashutosh Dixit to be the 29th Chief of the Air Staff Air Marshal Ashutosh Dixit, PVSM, AVSM, VM, VSM, presently Vice Chief of the Air Staff, will assume the appointment of Chief of the Air Staff in the rank of Air Chief Marshal on 31 October 2026. An Experimental Test Pilot and Qualified Flying Instructor, Air Marshal Dixit has over 3,500 hours of flying experience and has held several key operational and strategic appointments, including CISC, HQ IDS and AOC-in-C, Central Air Command. He will succeed Air Chief Marshal Amar Preet Singh on completion of his tenure. The Indian Air Force welcomes the appointment of its next Chief. #IndianAirForce #IAF @DefenceMinIndia @SpokespersonMoD @HQ_IDS_India @adgpi @CareerinIAF @air_veterans
— Indian Air Force (@IAF_MCC) October 6, 2026
અત્યારે વાયસ ચીફ ઓફ એર સ્ટાફના પદે
એર માર્શલ આશુતોષ દીક્ષિત હાલમાં વાયસ ચીફ ઓફ એર સ્ટાફના પદે છે. તેઓ નવમી ડિસેમ્બર 1966માં જન્મેલા છે, જ્યારે તેઓ પહેલા ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ રહ્યા હતા.
3500 કલાકની ઉડાનનો બહોળા અનુભવી
તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, બાંગ્લાદેશની ડિફેન્સ સ્ટાફ સર્વિસ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે મિરાજ-2000, મિગના વિભિન્ન પ્રકારના કિરણ, જેગુઆર, આઈએલ-78, હોક અને તેજસ સહિત અનેક વિમાનોનો 3500 કલાકથી વધુ ઉડાનનો અનુભવ ધરાવે છે. તેઓ એક્સપરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ અને ક્વોલિફાઈડ ફ્લાઈંગના ઈન્સ્ટ્રક્ટર પણ છે.
અનેક મેડલના પણ વિજેતા રહ્યા છે
વિભિન્ન પદે રહીને તેમણે વાયુ સેનાની ઓપરેટિંગ ક્ષમતા વધારવામાં યોગદાન આપ્યું છે. તેમની પાસે ઉત્કૃષ્ટ સેવા માટે 2006માં વાયુ સેના મેડલ, 2011માં વિશિષ્ટ સેવા મેડલ, 2023 અને 2026માં પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો હતો. નવા ચીફની પાસે બહોળો ઉડાનનો અનુભવની સાથે કમાન્ડની જવાબદારીઓનો અનુભવ છે, જે આધુનિક પડકારોને ઉકેલવા માટે ઉપયોગી સાબિત થશે.
(એજન્સી)