નવી દિલ્હીઃ ચૂંટણી આયોગની કાર્યપ્રણાલી તથા મતદાતાઓની યાદીને લઈ SIR પર ફરી વિચારણા અંગે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાત કરવામાં આવી. મંગળવારે INDIA ગઠબંધનના વિપક્ષના સાંસદોએ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી વિરોધ રેલી યોજી હતી. આ રેલીમાં ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા અંગે નારેબાજી કરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શના કરનારાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક એવી જગ્યાઓ પર સામસામે ધક્કામુક્કી થઈ ગઈ હતી.
પોલીસે વિપક્ષના નેતાઓને આગળ જતા અટકાવી દીધા હતા અને ચૂંટણીપંચ કાર્યાલયની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. અટકાયત કરાલેયા વિપક્ષના નેતાઓને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આકાશવાણી પરિસરમાં જ રોકી દેવામાં આવ્યા હતા. અહીંયા તેઓ લાંબા સમય સુધી બેસી રહ્યા હતા.
હવે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી છે, પોલીસ એમને આકાશવાણી પરિસરમાંથી બાહર કાઢી રહી હતી. કોંગ્રેસના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર, બન્ને ચૂંટણી કમિશનર સહિત મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત માટે સમય માગવામાં આવ્યો હતો. કોંગ્રેસે ઔપચારિક રીતે એક ચિઠ્ઠી ચૂંટણીપંચને લખી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણીપંચ તરફથી કોઈ અધિકારી આવીને, આવનારા એક કે બે દિવસમાં મુલાકાતક માટેનો સમય ફાળવવા ભરોસો આપે છે તો રાહુલ ગાંધી પોતાના ધરણા ખતમ કરી શકે છે. રાહુલ ગાંધી ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
પોલીસને સવાલ કર્યા
રાહુલ ગાંધીએ પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, તમે મને દૂર કરવા માગો છો તો કરી દો, પણ હું ક્યાં બેસીને વિરોધ કરૂ એ અંગે પણ સ્પષ્ટતા કરો. દેશમાં હું ક્યાં બેસીને વિરોધ કરૂ? ઈન્ડિયા ગેટ પર, જંતરમંતર પર કે પછી રસ્તા પર? વિપક્ષ સાથે જોડાયેલા સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, આગામી સત્રમાં વિપક્ષ આ મુદ્દાને સંસદમાં ઊઠાવશે.
ચૂંટણીપંચ અને પોલીસ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસ અને વિપક્ષના પ્રતિનિધિઓને પંચના અધિકારીઓને મળવાની મંજૂરી કેમ ન આપવામાં આવી. સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરતા તેમણે જણાવ્યું કે, વિપક્ષના નેતાઓ જ્ઞાનેશકુમારને મળવા અને મતની ચોરી અંગે તેમને પ્રશ્નો પૂછવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા.
માત્ર દિલ્હી જ નહીં અન્ય રાજ્યમાં પણ કોંગ્રેસે સાથી વિપક્ષ સાથએ મળીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આ તમામ વિપક્ષની માગ છે કે, ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પોતાની મનમાની કરી રહ્યા છે, SIR માં પોતાના નિયમ લાગુ કરી રહ્યા છે. આ માટે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
કિરેન રિજિજુનો સવાલ: આ ડ્રામા ક્યાં સુધી ચાલશે?
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ECI મુખ્યાલય તરફ વિપક્ષી સાંસદોની વિરોધ કૂચ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓ દ્વારા ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ કરવામાં આવતા સતત હુમલાઓને રોકવાનો સમય આવી ગયો છે. આ ડ્રામા વર્ષ 2014થી ચાલી રહ્યો છે. તે હવે ક્યાં સુધી ચાલશે? લોકશાહીમાં, જો તમે જનતાની સેવા કરો છો, તો જનાદેશ મળે છે.
તમે જનાદેશ મેળવવામાં નિષ્ફળ જાઓ છો અને પછી ચૂંટણી પંચ પર અપમાનજનક આક્ષેપો કરો છો. જ્યારે સુપ્રીમ કોર્ટ માફી માંગવાનું કહે છે, ત્યારે તમે કોર્ટ પર પણ હુમલો કરો છો અને દાવો કરો છો કે તમને તેમાં કોઈ વિશ્વાસ નથી. આનાથી ન તો લોકશાહી મજબૂત થશે કે ન તો કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન થશે. "હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપના કાર્યકરો પાસેથી શીખે, જેઓ સતત અને નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે.
ડ્રામા કરવાથી કંઈ નહીં થાય
પોતાના માટે નહીં, પરંતુ સમાજ અને દેશ માટે. જો તમે સેવા કરશો, તો જનતા તમારા પર વિશ્વાસ કરશે. ડ્રામા કરવાથી કંઈ હાંસલ થતું નથી. કોંગ્રેસ પાર્ટીને આ દેશ પર 55 વર્ષ સુધી શાસન કરવાની તક મળી હતી; તે સમય દરમિયાન, તેમણે કટોકટી (ઇમરજન્સી) હેઠળ બે વર્ષ શાસન કર્યું હતું, જ્યારે બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આજે, 300થી વધુ વિપક્ષી સાંસદો ચૂંટણી કમિશનરોને મળવા માટે સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કરીને ગયા હતા. અમે કરોડો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ચૂંટણી કમિશનરો અમને કેમ નહીં મળે? પોલીસ અમને કેમ રોકી રહી છે અને ધમકાવી રહી છે? આ મુદ્દો દિવસે દિવસે ખૂબ ગરમાઈ રહ્યો છે.
આ પ્રતિક્રિયા પણ એવા સમયે સામે આવી છે જ્યારે દેશના બીજા રાજ્યમાંથી પણ જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ તીવ્ર બની રહી છે. આટલા લાંબા સમય બાદ કેન્દ્રમાંથી કોઈ મોટા નેતાએ વાત કહી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. આ વાત પણ એવા સમયે સામે આવી જ્યારે રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી હતી.