Wed Oct 07 2026

Logo

સ્પેનમાં કોની સાથે વેકેશન માણી રહી છે આલિયા ભટ્ટ, બીચ લુકે ખેંચ્યું બધાનું ધ્યાન!

2026-10-07 21:43:53
Author: Mumbai Samachar Team
સ્પેનમાં કોની સાથે વેકેશન માણી રહી છે આલિયા ભટ્ટ, બીચ લુકે ખેંચ્યું બધાનું ધ્યાન!

(@aliaabhatt)


મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી સ્પેનમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. ફિલ્મના શુટિંગમાંથી થોડો સમય માટે બ્રેક લઈને તે સ્પેન મિની વેકેશન મનાવવા માટે પહોંચી છે. આ ટ્રિપમાં તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન પણ છે. બન્ને એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા ફોટો શૅર કર્યા છે. ફેન્સ પણ આ ફોટો પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. આ ટ્રિપમાં બન્ને એક્ટ્રેસ ખૂબ જ ગ્લમરસ દેખાઈ રહી છે. ફિલ્મોમાંથી બ્રેક લઈને આલિયા સ્પેન વેકેશન એન્જોય કરવા માટે પહોંચી છે. સ્પેનના માલોર્કામાં તે પોતાની ગર્લગૅંગ સાથે વેકેશન મનાવી રહી છે. 

એકથી એક બહેતર ફોટો
આ વેકેશનના ફોટો સામે આવ્યા છે. દરેક ફોટોમાં આલિયાનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વેકેશનના આ ફોટોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આકાંક્ષા રંજને જે ફોટો શૅર કર્યા છે એમાં આલિયા પોતાની ફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. આ ટ્રિપમાં તે ક્યારેક કાફેમાં બેસીને પોઝ આપી રહી છે તો ક્યારેક બીચ પર સમગ્ર ટુકડી એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે.

ખાસ કરીને ઈવનિંગના બેસ્ટ ફોટો એના સોશિયલ મીડિયા પર સરળતાથી જોઈ શકાય છે. ગ્રીસની ઈવનિંગ પણ દમદાર રીતે જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે આકાંક્ષાએ લખ્યું હતું કે, ધીસ એન્ડ નથિંગ એલ્સ. આ વેકેશને તેઓ એટલી મસ્ત રીતે એન્જોય કરી રહ્યા છે જેમાં એના કહેવાનો અર્થ એ છે કે, આનાથી વધારે હવે કંઈ નહીં. આ ટ્રિપમાં આલિયાના લૂકને લઈ પણ જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. 

સ્ટનિંગ લૂક
વ્હાઈટ લેસવાળા ઝાળીદાર ટોપમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે. જ્યારે રેડ કલરના બીચ આઉટફિટમાં પણ તે અલગ અંદાજમાં દેખાઈ રહી છે.  આ રેડ આઉટફિટ એના પર બરોબર રીતે સ્યૂટ કરે છે. ઈવનિંગ માટે આલિયાએ રેડ કલર પર પસંદગી ઊતારી હતી. આજ ટ્રિપમાંથી એક ફોટો તેને પોતાના પ્રોફાઈલમાં મૂકી દીધો છે. આ ફોટોમાં એની ફ્રેન્ડ પણ એક્ટ્રેક્ટિવ લાગી રહી છે. આલિયાનો આ વેકેશન લૂક સિમ્પલ હોવા છતા પણ સ્ટનિંગ દેખાય છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આલિયા છેલ્લે 'આલ્ફા' ફિલ્મમાં જોવા મળી હતી. આ એક સ્પાયફિલ્મ હતી. હવે આલિયાની ફિલ્મ 'લવ એન્ડ વૉર' આવી રહી છે. સંજયલીલા ભણસાલી સાથે એનો આ બીજો પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં તે પહેલીવાર વિક્કી કૌશલ સાથે જોવા મળશે.

વધુ જુઓ...