Tue Oct 06 2026

Logo

મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યાં, ખાનગી વાહનોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો, જુઓ વીડિયો...

2026-10-03 08:32:00
Author: Vimal Prajapati
મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યાં, ખાનગી વાહનોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો, જુઓ વીડિયો...

મનાલીઃ ચોમાસુ પૂર્ણ થતા અત્યારે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. એટલું જ નહીં પરંતુ તહેવારોની રજાઓ આવતી હોવાથી અને લાંબા વીકેએન્ડ હોવાથી મોટી સંખ્યામાં લોકો અત્યારે મનાલી ફરવા માટે જઈ રહ્યાં છે. ભારતમાં મનાલી પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ ગત કાઈ શુક્રવારે જાહેર રજા અને પછી વીકેએન્ડ આવતો હોવાથી રજાઓની મજા માણવા માટે લોકો પ્રવાસે જઈ રહ્યાં છે. અત્યારે લોકો ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં વધારે જઈ રહ્યાં છે, મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.

ટ્રાફિક જામના અનેક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે હિમાચલ પ્રદેશમાં મનાલી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેના અનેક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો ખાનગી વાહનો સાથે આવી રહ્યાં હોવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મનાલી પ્રવેશ દ્વારથી લઈને મોલ રોડ, સોલાંગ નાલા અને અટલ ટનલ તરફ જતા માર્ગો પર મોટી સંખ્યામાં વાહનો આવી રહ્યાં છે.

 

વધારે પ્રવાસીઓ આવતા વેપારીઓમાં ખુશીના લાગણી

આટલી મોટી સંખ્યામાં ખાનગી વાહનો આવ્યાં હોવાથી પ્રવાસીયોને માત્ર થોડા જ કિમીનું અંતર કાપવા માટે કલાકો સુધી હેરાન થવું પડી રહ્યું છે. જો કે, ઘણાં લોકો આવી રહ્યાં હોવાના કારણે મનાલીના વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વીકએન્ડ હોવાના કારણે અહીં મોટી ભાગની હોટલો અને હોમસ્ટે હાઉસફુસ ચાલી રહ્યાં છે. થોડા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હતો, તેવામાં હવે પ્રવાસીઓની સંખ્યા જોતા તેમનામાં આનંદની લાગણી છવાઈ છે. ખાસ કરીને ટેક્સી ચાલકો અને દુકાનદારો પણ ખુશીથી ઝૂમી રહ્યા હોય તેવું જણાય છે.