Sat Sep 05 2026

Logo

ઈરાનમાં લગ્નસમારંભ પર થયો હતો હુમલોઃ અમેરિકાએ શરૂ કરી તપાસ

Dubai   2026-09-04 19:49:54
Author: Mumbai Samachar Team
ઈરાનમાં લગ્નસમારંભ પર થયો હતો હુમલોઃ અમેરિકાએ શરૂ કરી તપાસ

દુબઈઃ ઈરાનમાં એક લગ્ન સમારંભ દરમિયાન થયેલા હવાઈ હુમલાને લઈને અમેરિકાએ તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે અમેરિકા એક હવાઈ હુમલાની તપાસ કરી રહ્યું છે જેને લઈને ઈરાને દાવો કર્યો હતો કે તેણે ઈરાનમાં એક લગ્ન સમારંભ પર હુમલો કર્યો છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતી વેન્સે કહ્યું કે "અમે તેની તપાસ કરી રહ્યા છીએ કારણ કે સ્પષ્ટપણે અમને તેની ચિંતા છે. અમે જાણવા માંગીએ છીએ કે આખરે શું થયું છે,"

રિપોર્ટ અનુસાર, એક માનવા અધિકાર ગ્રુપ અને ઈરાનના મીડિયાએ કહ્યું હતું કે દક્ષિણ ઈરાનના સિરિકમાં એક ઘર પર અમેરિકાની મિસાઈલ પડી હતી જ્યાં એક માછીમારની પુત્રીના લગ્નની ઉજવણી માટે ડઝનેક લોકો ભેગા થયા હતા. 

વેન્સે કહ્યું કે અહીં અમારા અને ઈરાન વચ્ચે મોટો તફાવત છે. જો અમારી સેના ભૂલો કરે છે તો તેઓ તેમાંથી શીખે છે અને તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. ઈરાની અધિકારીઓએ કહ્યું હતું કે લગ્ન દરમિયાન એક ઘર પર થયેલા હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા અને લગભગ 70 ઘાયલ થયા હતા. ઈરાનની સરકારી ટીવીએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે પાંચમા વ્યક્તિ એક 22 વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

અમેરિકાની સેનાએ અગાઉ કહ્યું હતું કે તેઓને ઈરાનના રિપોર્ટની જાણકારી છે પરંતુ તે "ક્યારેય નાગરિકોને નિશાન બનાવતું નથી". ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં તેના દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા વધુ ચાર લેબનીઝ નાગરિકોને મુક્ત કર્યા છે. 

અમેરિકા અને ઈરાન દ્વારા એક મહિનામાં પહેલી વાર હુમલાઓ થયાના દિવસો પછી હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર ઓછી છે અને યમનમાં ઈરાન સમર્થિત બળવાખોરો અને સરકારી દળો વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે.

ઇઝરાયલે આજે ચાર લેબનીઝ નાગરિકોને મુક્ત કર્યા હતા. બધાને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યાના બે દિવસ પછી હિઝબુલ્લાહ સાથે નવી લડાઈ શરૂ થઈ હતી. નોંધનીય છે કે આ અઠવાડીયાની શરૂઆતમાં જ અમેરિકાએ ઈરાન પર નવા હુમલાઓ કર્યા હતા. ઈરાને પણ વળતા જવાબમાં અમેરિકાના બેસ પર હુમલાઓ કર્યા હતા.