Fri Oct 09 2026

Logo

રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર હુમલા બાદ 300થી વધુ ફ્લાઇટ રદ, હૂતી બળવાખોરોના હુમલાથી સ્થિતિ બગડી

Riyadh   2026-10-09 11:10:00
Author: Mumbai Samachar Team
રિયાધમાં કિંગ ખાલિદ એરપોર્ટ પર હુમલા બાદ 300થી વધુ ફ્લાઇટ રદ, હૂતી બળવાખોરોના હુમલાથી સ્થિતિ બગડી

રિયાધઃ સાઉદી અરબની રાજધાની રિયાધમાં હાલત બગડી રહી છે. કિંગ ખાલિદ ઇન્ટરનેશલ એરપોર્ટ પર હુમલા બાદ રિયાધ જતી 300થી વધુ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. 

એર ઇન્ડિયા, ઇંડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ગુરુવાર 8 ઓક્ટોબરે સુરક્ષાનું કારણ આગળ ધરી 10 ઓક્ટોબરે રિયાધ માટે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી

એક પ્રત્યક્ષદર્શી અને આ બાબતની માહિતી ધરાવતા ત્રણ લોકોના જણાવ્યા અનુસાર, ગુરુવારે રિયાધ એરપોર્ટ પર ઊભેલા એક વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો

રિયાધ જતી 333 ફ્લાઇટ્સ રદ

ટ્રેકર પોર્ટલ અનુસાર, વિશ્વભરમાં રિયાધ સાથે સંકળાયેલી આશરે 333 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લુફ્થાન્સા ગ્રૂપની એરલાઇન્સે પણ જણાવ્યું છે કે તેઓ રિયાધ માટેની ફ્લાઇટ્સ અટકાવી દેશે.

સાઉદી અરેબિયામાં આ હુમલાઓ પાછળ ઈરાન સમર્થિત હુતી સમુદાય છે. સાઉદી અરેબિયામાં હુતીઓ એરપોર્ટ્સ, લશ્કરી થાણાઓ અને તેલ મથકો પર વારંવાર હુમલા કરી રહ્યા છે.

હુતી વિદ્રોહીઓએ આ તમામ વૈશ્વિક એરલાઇન્સને હુમલાના પરિણામો અંગે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે આ સ્થળો તેમના લશ્કરી અભિયાનનું કેન્દ્ર છે.

સાઉદી અરેબિયામાં બગડતી પરિસ્થિતિ

એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'વિસ્તારમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે 10 ઓક્ટોબર સુધી રિયાધ આવતી-જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. પ્રભાવિત મુસાફરોને ફ્રી રી-શિડ્યુલિંગ અથવા ટિકિટ રદ કરવા પર પૂરેપૂરું રિફંડ આપવાની ઓફર કરવામાં આવી રહી છે. અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.'

જર્મન ગ્રૂપની એરલાઇન્સ લુફ્થાન્સાના પ્રવક્તાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, 'મિડલ ઇસ્ટમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે 16 ઓક્ટોબર સુધી રિયાધ માટેની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી રહી છે.'

રિયાધમાં એરપોર્ટ પર હુમલો

રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલાને લઈને એક વ્યક્તિએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, 'અમે મુસાફરોને જણાવવા માંગીએ છીએ કે એરપોર્ટ જતા પહેલાં તમારી એરલાઇન્સનો સીધો સંપર્ક કરો અને તમારી ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લો.'