Mon Sep 07 2026

Logo

Bigg Boss 20નું ઘર જોઈને ચોંકી જશો! સ્વિમિંગ પૂલ અને 20 નંબરના રૂમનો રાઝ શું હશે?

2026-09-04 22:45:00
Author: Mumbai Samachar Team
Bigg Boss 20નું ઘર જોઈને ચોંકી જશો! સ્વિમિંગ પૂલ અને 20 નંબરના રૂમનો રાઝ શું હશે?

Big Boss


મુંબઈ: ‘બિગ બોસ’ની દરેક સિઝન પોતાના અનોખા ઘરની ડિઝાઇન માટે પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર ફેન્સ આ રીયાલિટી શૉમાં દેખાડવામાં આવતા ઘરથી મોહિત થઈ જાય છે.  હવે Bigg Boss 20નું ઘર પણ દર્શકો સામે આવી ગયું છે અને આ વખતે ઘરની થીમ પહેલાં કરતાં ઘણી વધારે ફેન્ટસી અને રહસ્યથી ભરેલી જોવા મળી રહી છે. આ ઘરની કેટલીક તસવીર સામે આવી છે

Bigg Boss 20નો ગ્રાન્ડ પ્રીમિયર 6 સપ્ટેમ્બર 2026ના રોજ થવાનો છે. આ સિઝનનું ઘર ડિઝાઇનર વર્ષા જૈન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આશરે 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ ઘરમાં કુલ 104 કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું એક રિપોર્ટમાંથી જાણવા મળે છે.  આ વખતે Bigg Bossના ઘરના ગાર્ડન એરિયામાં સૌથી વધારે ધ્યાન ખેંચે છે શાર્ક થીમવાળો સ્વિમિંગ પૂલ. જેની ચર્ચા જોરશોરથી સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

આની આસપાસની ડિઝાઇનમાં વિશાળ શાર્ક સહિતના 3D એલિમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે, જે આખા આખા એરિયાને એક અલગ પ્રકારનો લૂક આપે છે. ખાસ કરીને જ્યારે ફોટો ક્લિક કરવામાં આવે ત્યારે અલગ પ્રકારની ફીલ આવે છે.   સિઝનના ઘરમાં એક ખાસ રૂમ છે, એ છે રૂમ નં. 20. રૂમ નંબર 20ને લઈને હાલમાં એક સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. તેની ચોક્કસ ભૂમિકા શું હશે અને તેમાં કયો ટ્વિસ્ટ છુપાયેલો છે, તે અંગે મેકર્સે સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી.

Screen YT

રૂમને લઈને એક મોટું ટ્વિસ્ટ
રૂમ નં. 20 ઉપરાંત ઘરમાં રૂમ 2X નામનું બીજું રહસ્યમય સ્પેસ પણ છે. આ બંને રૂમને આ સિઝનની ખાસ 'ડ્યુઅલિટી' થીમ સાથે જોડવામાં આવ્યા છે. એટલે કે ઘરમાં દેખાય છે એક વસ્તુ, પરંતુ તેની પાછળની વાસ્તવિક રમત કંઈક બીજી હોઈ શકે છે. Bigg Boss એડિશલ 20નું ઘર માત્ર સામાન્ય લક્ઝરી હાઉસ જેવું નથી. ઘરની ડિઝાઇનમાં Alice in Wonderland જેવી ફેન્ટસી દુનિયાની ઝલક જોવા મળે છે. ગાર્ડનમાં ગોરિલા અને સાપ જેવા વિશાળ 3D પ્રાણીઓથી લઈને વિચિત્ર આકારના ફર્નિચર સુધી, દરેક ભાગને અલગ અંદાજ આપવામાં આવ્યો છે.  આ વખતે કિચનને પણ પરંપરાગત રસોડાની જેમ નહીં, પરંતુ ફૂડ ટ્રકના અંદાજમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. લિવિંગ એરિયામાં વિશાળ સોફા, પેરાશૂટ-સ્ટાઇલ બેઠક અને ખાસ ટીપોટ આકારનું થ્રોન પણ જોવા મળે છે.  બેડરૂમમાં મશરૂમ-થીમવાળા 3D ડિઝાઇન અને મધપૂડા જેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

વોશરૂમની ડિઝાઈન પર ખૂબ અલગ છે
વોશરૂમમાં પણ સામાન્ય ડિઝાઇનને બદલે વિશાળ રેબિટ અને મંકી જેવા ફેન્ટસી એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  Bigg Bossનું ઘર માત્ર રહેવાની જગ્યા નથી. વર્ષોથી શોના ફોર્મેટમાં ઘરને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે સ્પર્ધકો બહારની દુનિયાથી લગભગ સંપૂર્ણપણે અલગ રહે. ઘરમાં સામાન્ય રીતે ટીવી, ફોન, ઈન્ટરનેટ અને ઘડિયાળ જેવી બહારની દુનિયા સાથે જોડતી વસ્તુઓ ઉપલબ્ધ હોતી નથી. સ્પર્ધકોની દરેક ગતિવિધિ કેમેરા અને માઇક્રોફોન દ્વારા મોનિટર કરવામાં આવે છે. આ બધું જોઈને સ્પષ્ટ છે કે Bigg Boss 20માં માત્ર સ્પર્ધકો જ નહીં, પરંતુ ઘર પોતે પણ શોની રમતનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.