મુંબઈઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હવે એક ફ્લાઈટ કેપ્ટનમાં રોલમાં જોવા મળશે. તેની નવી ફિલ્મનો એક ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. તેની ફિલ્મ 'કેપ્ટન ઈન્ડિયા'નું શુટિંગ કરવા તે બિલકુલ તૈયાર છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફર્સ્ટ લૂક શૅર કરતા આ અંગે તેણે થોડી વિગત શૅર કરી હતી. પોતાના નવા પ્રોજેક્ટ 'કેપ્ટન ઈન્ડિયા'નું એલાન કરી દીધું છે. આ પ્રોજેક્ટમાં શું હશે એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. જુદા-જુદા રોલ કરવા માટે જાણીતો કાર્તિક હવે એક મિલિટરી યુનિફોર્મમાં જોવા મળશે. આ પ્રોજેક્ટમાં તે બિલકુલ રેડી છે એવું ફોટો પરથી સ્પષ્ટ થાય છે.
પોસ્ટ પર ચર્ચા શરૂ
ફર્સ્ટ પોસ્ટ સાથે તેણે ડાયરેક્ટર શિમિત અમીનના દિલને ટચ થઈ જાય એવો મસ્ત મેસેજ શૅર કર્યો છે. જેમાં તેણે પોતાની ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો છે. અમીને છેલ્લા કેટલાક મહિનમાં ક્રૂ સામે આવતા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો અને એના ધૈર્ય-હિંમતના વખાણ કર્યા હતા. મેકરે કહ્યું હતું કે, આમાં સામેલ દરેક વ્યક્તિની ક્વોલિટીવાળી ફિલ્મ બનાવવા માટે ટીમ સંપૂર્ણ રીતે સમર્પિત છે. ટીમના માહોલને એક જાદુઈ માહોલ ગણાવી દીધો હતો. મેકરે 'કેપ્ટન ઈન્ડિયા' વિશે વાત કરતા ઉમેર્યું કે, મને ખરેખર એવું લાગે છે કે અમારી પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટીમ છે. હું આખી ટીમનો આભારી છુ અને સખત-મહેનત, જોશને વધાવુ છું. આ સર્પોર્ટિવ મેસેજનો હેતુ શુટિંગ પહેલા ક્રૂમાં જોશ ભરવાનો રહ્યો છે. 'કેપ્ટન ઈન્ડિયા'નું શુટિંગ લંડનમાં થવાનું છે. ઑક્ટોબર સુધીમાં ફિલ્મનો શુટિંગ પાર્ટ ખતમ થાય એવી આશા છે. ટાઈમલાઈન પરથી કહી શકાય કે, ફિલ્મનો પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં ખતમ થશે અને કામ પણ બીજું શરૂ થશે. શિમિત અમીને અગાઉ 'ચકે દે ઈન્ડિયા' ફિલ્મ બનાવી હતી. હવે તે 'કેપ્ટન ઈન્ડિયા' લાવશે.
પાત્રને લઈ સસ્પેન્સ
આ ફિલ્મમેકર બોલિવૂડમાં પોતાના એક અલગ વિચારને લઈને જાણીતા છે. કાર્તિકનો રોલ કેવો છે એ ટિઝર સામે આવ્યા બાદ ખ્યાલ આવશે. કાર્તિક આર્યનના ઘુટણની સર્જરી બાદ તે હવે ફિટ છે ફિલ્મમાં આવવા માટે તૈયાર છે. છેલ્લે તેણે 'તુ મેરી મેં તેરા' ફિલ્મ કરી હતી. જેમાં તેણે અનન્યા પાંડે સાથે રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠીકઠાક રહી હતી. પણ હવે નવા લૂક અને અંદાજમાં કાર્તિક કોમેડી કરશે કે કોઈ સિરીયલ પાત્રને પ્લે કરશે એ જોવાનું છે. કોમેડીમાં તેમે ભૂલભલૈયાની સિક્વન્સમાં સારી એવી એક્ટિંગ કરી હતી. તબ્બુ પણ એની એક્ટિંગથી પ્રભાવિત હતી. નવા પાત્રને તે કેટલો ન્યાય આપે છે એ હવે જોવાનું છે.