Mon Sep 07 2026

Logo

Global warming: માઉન્ટ એવરેસ્ટ પર માણસોના પેશાબથી ઝડપથી પીગળી રહ્યું છે ગ્લેશિયર, દર વર્ષે પાણી બની રહ્યું 2500 ટન બરફ

Kathmandu   2026-09-06 12:05:00
Author: Mumbai Samachar Team
Global warming: માઉન્ટ એવરેસ્ટ પર માણસોના પેશાબથી ઝડપથી પીગળી રહ્યું છે ગ્લેશિયર, દર વર્ષે પાણી બની રહ્યું 2500 ટન બરફ

કાઠમાંડૂઃ માઉન્ટ એવરેસ્ટ પર વધતી માનવીય ગતિવિધિઓ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ખુમ્બુ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે. તેની પાછળનું મોટું કારણ માણસના પેશાબને માનવામાં આવી રહ્યો છે, તેનાથી ભવિષ્યમા મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું જોખમ તોળાઇ રહ્યું છે. 

હકીકતમાં નેપાળી અને અમેરિકી વૈજ્ઞાનિકોના એક સ્ટડીમાં માલૂમ પડ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પ પર એકઠા થતા પર્વતારોહકોની ભીડ, ટેન્ટોમાંથી નીકળતી ગરમી અને માનવીય પેશાબ દર વર્ષે ક્લાઇંબિંગ સીઝન દરમ્યાન લગભગ 2,500 ટન બરફને પાણીમાં ફેરવી રહી છે. 

કેમ પીગળી રહ્યો છે ગ્લેશિયર?

તાજેતરમાં 'રીજનલ એન્વાર્યનમેંટલ ચેન્જ' જર્નલમાં પ્રકાશિત નેપાળી અને અમેરિકી વૈજ્ઞાનિકોના અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગ્લોબલ વોર્મિંગ ઉપરાંત પર્વતારોહકોની ગતિવિધિઓ- ખાસ કરીને માનવીય પેશાબ અને બેઝ કેમ્પની ગરમી ગ્લેશિયરને ઝડપથી પીગળાવી રહી છે. 

દરરોજ સરેરાશ 6,766 લીટર પેશાબ

ઊંચાઈના કારણે વધુ પાણી પીવાથી પર્વતારોહીઓ દ્વારા 2023ની સિઝનમાં દરરોજ સરેરાશ 6,766 લીટર પેશાબ વિસર્જિત કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ માનવસર્જિત ગરમી અને પેશાબના કારણે દરેક ક્લાયમ્બિંગ સિઝનમાં આશરે 2,500 ટન બરફ પીગળીને પાણીમાં રૂપાંતરિત થઈ રહ્યો છે.

વૈજ્ઞાનિકોના મતે, એક ક્લાયમ્બિંગ સિઝન દરમિયાન માનવીય પ્રવૃત્તિઓથી ગ્લેશિયરનો લગભગ 154 ટન બરફ પીગળી જાય છે. જો કે, અભ્યાસમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માનવીય પેશાબ બરફ પીગળવાનું સૌથી મોટું કે એકમાત્ર કારણ નથી. શરીરથી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બહાર આવ્યા પછી પેશાબ ઝડપથી ઠંડો થઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ જ્યારે આની અસરનું આકલન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ ગરમીનો ખૂબ જ નજીવો ભાગ બરફ સુધી પહોંચી શકે છે, જ્યારે મોટાભાગની ગરમી આસપાસની હવા અથવા ખડકોમાં વિલીન થઈ જાય છે.

ગ્લેશિયર પીગળવાનું અન્ય મોટું કારણ

અભ્યાસ મુજબ, ખુમ્બુ ગ્લેશિયર પર આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પમાં દર વર્ષે આશરે 1,600 ટેન્ટ લગાવવામાં આવે છે, જ્યાં રસોડું, જનરેટર, વાય-ફાઈ અને શાવર જેવી સુવિધાઓથી નિકળતી ગરમી જમીનનું તાપમાન વધારે છે.