Wed Oct 07 2026

Logo

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ એન્ડ વોરનું શૂટિંગ થયું પૂરું, જાણો ક્યારે રિલીઝ થશે?

2026-09-04 20:10:20
Author: Mumbai Samachar Team
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ એન્ડ વોરનું શૂટિંગ થયું પૂરું, જાણો ક્યારે રિલીઝ થશે?

મુંબઈઃ આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિક્કી કૌશલની ફિલ્મ જે સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. એ ફિલ્મનું શુટિંગ ખતમ થઈ ગયું છે. હવે રેકોર્ડ થયેલા વીડિયો-શોટ પર પ્રોડક્શન વર્ક શરૂ થવાનું છે. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે ત્રણેય કલાકારોએ શુટિંગ ખતમ કરી લીધું છે. શુટિંગ અસાઈમેન્ટ ખતમ થયા બાદ કલાકારોના મોઢા પર એક અલગ ફીલ દેખાઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મ ડેટ હજુ સુધી ફિક્સ કરવામાં આવી ન હોવાનું ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે. આ ઉપરાંત ફિલ્મને લઈને કોઈ એક ઝલક પણ સામે આવી નથી. પણ એકવાત તો નક્કી છે કે, ફિલ્મ રિલીઝ એવા સમયે થશે જ્યારે ગણતંત્ર દિવસની રજાનો માહોલ શરૂ થતો હોય.

ત્રણ ભાષામાં રિલીઝ થશે
આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થવાની હતી પણ ફિલ્મ પ્રોડક્શનનું કામ બાકી હોવાના કારણે ફિલ્મમાં વિલંબ થયો. આ પછી રણબીર કપૂરે એક ઈન્સ્ટાગ્રામ લાઈવ કરીને જણાવ્યું હતું કે, ફિલ્મ 'રામાયણ'નો પહેલો ભાગ ઑક્ટોબરમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ આવશે. હવે એવા વાવડ છે કે, આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં આવી શકે છે. 21 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ શકે છે પણ છેલ્લી ઘડીએ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ફિલ્મમેકર્સે હજુ સુધી ફિલ્મના પાત્ર કે થીમ અંગે કોઈ વાત જાહેર કરી નથી. ફિલ્મને લઈને ફેન્સમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. વિક્કી કૌશલ આલિયા અને રણબીરની ટીમ સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મ સંજુમાં રણબીર અને વિક્કી સાથે સ્ક્રિન શૅર કરતા દેખાયા હતા. એ ફિલ્મમાં ખરેખર બન્નેની એક્ટિંગનો એક જાદુ જોવા મળ્યો હતો. 

લાંબા બ્રેક બાદ બિગ બજેટ ફિલ્મ
આ ફિલ્મ શેના પર બની છે અને થીમ શું છે એના પર હજુ સુધી સસ્પેન્સ છે. વર્ક કરિયરની વાત કરવામાં આવે તો રામાયણમાં રણબીર કપૂર સાઈ પલ્લવી સાથે જોવા મળશે. જ્યારે આલિયાની ફિલ્મ આલ્ફા આવી હતી. પણ જોઈએ એટલી ચાલી નથી. વિક્કી કૌશલની ફિલ્મ ચિરંજીવી પરશુરામ આવી રહી છે. આ ફિલ્મને લઈ હજુ સુધી કોઈ અપડેટ નથી પણ એવું લાગે છે કે, આફિલ્મ પછી વિક્કી નવી ફિલ્મ પર કામ કરી શકે છે. વિક્કી કૌશલે છેલ્લે 'કેસરી ચેપ્ટર-2' નરેટ કરી હતી.  એ પહેલા છેલ્લે તેની ફિલ્મ 'છાવા' આવી હતી. જે સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના પણ વખાણ થયા હતા. ખાસ કરીને ક્લાઈમેક્સ સીનમાં વિક્કીએ ખરેખર જીવ રેડી દીધો હતો એવું કહીએ તો પણ ખોટું નથી. સંજય લીલા ભણસાલી એક લાંબા બ્રેક બાદ એક બિગ બજેટ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મને લઈ તેણે ઘણી તૈયારીઓ પણ કરી હતી.