સ્મૃતિના 7 છગ્ગા, 14 ચોગ્ગાઃ સેન્ચુરીનો અને હાઇએસ્ટ રનનો વિક્રમ તોડ્યો
દુબઈઃ મહિલાઓ માટેના ટી-20 એશિયા કપમાં ઓપનર સ્મૃતિ મંધાના ગુરુવારે હૉન્ગ કૉન્ગ સામેની મૅચમાં તેના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં હતી અને તેણે રનઆઉટમાં વિકેટ ગુમાવતાં પહેલાં સાત છગ્ગા તથા 14 ચોગ્ગાની મદદથી 64 બૉલમાં 124 બનાવ્યા હતા. સ્મૃતિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18મી સદી ફટકારીને સૌથી વધુ સેન્ચુરીનો ઑસ્ટ્રેલિયન બૅટિંગ-લેજન્ડ મેગ લૅનિંગ (Lanning)નો 17 સેન્ચુરીનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. સ્મૃતિ (Smriti)એ હૅટ-ટ્રિક સિક્સર ફટકારીને સૌથી વધુ રન બનાવનાર મિતાલી રાજ (10,868)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો.
Smriti Mandhana, who scored 124 against Hong Kong, broke compatriot Mithali Raj's record for the most runs scored by any batter across all formats in women's international cricket 👑 pic.twitter.com/49EfSUPcvk
— Circle of Cricket (@circleofcricket) September 3, 2026
ભારતે હૉન્ગ કૉન્ગ સામે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવ્યા હતા. સ્મૃતિએ સાથી ઓપનર શેફાલી વર્મા સાથે 74 રનની, પ્રતીકા રાવલ સાથે 37 રનની, રિચા ઘોષ સાથે 40 રનની તેમ જ હરમનપ્રીત કૌર સાથે 34 રનની ભાગીદારી કરી હતી.
Smriti Mandhana cooked up an absolute storm in Dubai tonight! 💯
— Sony Sports Network (@SonySportsNetwk) September 3, 2026
Watch India vs Hong Kong, China LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldWomensAsiaCup2026 #NotAGentlemansGame pic.twitter.com/v4GjX9dY7B
સ્મૃતિએ હૉન્ગ કૉન્ગની સાત બોલરનો સમજદારીથી સામનો કર્યો હતો અને ફક્ત 57 બૉલમાં બીજી ટી-20 સેન્ચુરી પૂરી કરી હતી.
શેફાલીની વિકેટ ભારતીય મૂળની બોલરે લીધી
હૉન્ગ કૉન્ગે બૅટિંગ આપ્યા બાદ ભારતે ખૂબ જ સારી શરૂઆત કરી હતી, પણ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના અને પાછલી મૅચની સ્ટાર શેફાલી વર્મા વચ્ચેની ઓપનિંગ પાર્ટનરશિપ 74 રન પર પહોંચી ત્યારે ભારતીય મૂળની બોલર રુચિતા વેન્કટેશે શેફાલીને લૉન્ગ-ઑન પર લૅમ્પલૉગ નામની ફીલ્ડરના હાથમાં કૅચઆઉટ કરાવી હતી.
થાઇલૅન્ડ સામે મૅચ-વિનિંગ 64 રન બનાવનાર શેફાલીએ આ મૅચમાં 17 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવી શકી હતી. 10મી ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 85 રન હતો. સ્મૃતિ હાફ સેન્ચુરીથી બે જ ડગલાં દૂર હતી.