નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે મંગળવારે સાંજે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતનો 8 વિકેટથી વિજય થયો હતો. ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરરે 43 બોલમાં 10 ચોગ્ગા અને છ છગ્ગા સાથે 102 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના કારણે આઈસીસી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી હતી. ઐયર 18 સ્થાનની છલાંગ લગાવીને સીધો ટૉપ-10માં પહોંચી ગયો હતો. ઈશાન કિશને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું.
નંબર 1 અને 2 પર ભારતનો દબદબો
આઈસીસ ટી20 ઈન્ટરનેશલના તાજેતરના રેન્કિંગમાં નંબર 1 અને 2 પર ભારતનો દબદબો યથાવત્ રહ્યો હતો. ઈશાન કિશન નંબર -1 પર છે અને તેનું રેટિંગ 902 છે. જોકે તે 916 સુધી પહોંચ્યો હતો અને હાલ સાધારણ ઘટાડો થયો હોવા છતાં નંબર-1 પર યથાવત્ છે. ભારતનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા બીજા ક્રમે છે. તે બીજા ક્રમે છે અને તેનું રેટિંગ 887 છે.
A rankings first for India's inspirational skipper following his heroics against the West Indies in Lucknow 🔥 Read more 👇 https://t.co/b3U80YakJ9
— ICC (@ICC) October 7, 2026
ઐયરે 18 સ્થાનની લગાવી છલાંગ
ભારતીય ટી20 કેપ્ટન શ્રેયસ ઐયર વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પહેલી ટી20 મેચમાં 43 બોલમાં ધમાકેદાર અંદાજમાં અણનમ 102 રનની ઇનિંગ રમી હતી. આમાં 10 ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. ટી20 ઇન્ટરનેશનલમાં શ્રેયસ ઐયરની આ પહેલી સદી હતી. આ કારણે શ્રેયસ ઐયરને આઈસીસી રેન્કિંગમાં સીધી જ 18 સ્થાનની છલાંગ લગાવી હતી. તે હવે 789 રેટિંગ સાથે સાતમા ક્રમે પહોંચી ગયો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ દરમિયાન શ્રેયસ પાસે ટોપ 5માં પહોંચવાની પણ તક
શ્રેયસ ઐયરરનું આ અત્યાર સુધીનું સૌથી સર્વોચ્ચ રેટિંગ પણ છે. આ પહેલાં શ્રેયસ 611 રેટિંગ સાથે 25મા સ્થાને હતો. તેમનું ઓલટાઇમ હાઈ રેટિંગ 630નું હતું, પરંતુ હવે તેઓ તેનાથી ઘણા આગળ નીકળી ગયો છે. ખાસ વાત એ છે કે ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીની હજુ ચાર મેચ બાકી છે. આ મેચોમાં પણ જો શ્રેયસ ઐયર સારી ઇનિંગ્સ રમશે તો ટોપ 5માં પણ સ્થાન મેળવી લેશે.