Fri May 22 2026

Logo

કોલકાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો, બકરી ઈદ પૂર્વે ગૌવંશ વધ પર રોક યથાવત

2026-05-21 22:34:45
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


કોલકાતા : કોલકાતા હાઈકોર્ટે બકરી ઈદ પૂર્વે પશુઓની બલિ પર પ્રતિબંધ અંગે દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે. જેમાં કોર્ટે  પશ્ચિમ બંગાળ પશુ કતલ નિયંત્રણ અધિનિયમ, 1950 હેઠળ ધાર્મિક આધારે  ભેંસ, બળદ અને અન્ય પશુઓના વધ પર મુક્તિ માંગતી અરજીને ફગાવી દીધી છે.

ગૌ-વંશ વધ ઇસ્લામ કે બકરી ઈદનો હિસ્સો નથી 

હાઇકોર્ટે રાજ્ય સરકારની નોટિસને સમર્થન આપ્યું છે જેમાં બકરી ઈદ દરમિયાન પશુ કતલ સંબંધિત નિયમોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નોટિસ 13 મે 2026 ના રોજ જાહેર કરવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગૌ-વંશ વધ ઇસ્લામ કે બકરી ઈદનો આવશ્યક ભાગ નથી. તેથી રાજ્ય સરકાર જાહેર હિત અને કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધો લાદી શકે છે.

હુમાયુ કબીરે પ્રતિક્રિયા આપી 

આ બાબતે પ્રતિક્રિયા આપતા, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીરે જણાવ્યું હતું કે વિશ્વભરના મુસ્લિમો છેલ્લા 1,400 વર્ષોથી કુરબાની આપી રહ્યા છે. આ પ્રથા ધાર્મિક મહત્વ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કુરાનનો નિર્દેશ છે અને મુસ્લિમોએ અલ્લાહને ખુશ કરવા માટે તેનું પાલન કરવું
જોઈએ.

આવા પ્રતિબંધો શા માટે લાદવામાં આવી રહ્યા છે

તેમજ કેન્દ્ર સરકાર પર પ્રશ્ન ઉઠાવતા, હુમાયુ કબીરે દલીલ કરી હતી કે જો દિલ્હીમાં કતલ માટે ભેંસ અને પશુઓની આયાત અને નિકાસની મંજૂરી છે તો પછી આવા પ્રતિબંધો શા માટે લાદવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ખરેખર આવું છે, તો સંબંધિત તમામ લાયસન્સ પણ રદ કરવા જોઈએ.

કોર્ટે સરકારને છૂટ આપવી કે નહીં તે અંગે 24 કલાકમાં નિર્ણય લેવા જણાવ્યું 

આ અંગે કોર્ટે સૂચન કર્યું હતું કે સરકાર આ માળખામાં ખુલ્લા અને જાહેર સ્થળોએ પ્રાણીઓની વધ પર પ્રતિબંધ મૂકતા નિયમોનો સમાવેશ કરે છે. તેમજ બકરી ઇદ 27 કે 28 મેના રોજ આવતી હોવાથી કોર્ટે સરકારને છૂટ  આપવી કે નહીં તે અંગે 24 કલાકની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.