પૅરિસઃ ફ્રાન્સનો ફૂટબૉલ-લેજન્ડ ઝિનેડીન ઝિદાન તેના દેશની રાષ્ટ્રીય ટીમનો નવો કોચ (Coach) બની ગયો છે. તે ડિડિયર ડેસ્ચૅમ્પ્સનું સ્થાન લેશે.
તાજેતરના ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમ સેમિ ફાઇનલમાં સ્પેન સામે 0-2થી હારી ગયા બાદ ઇંગ્લૅન્ડ સામે 6-4ના પરાજય બદલ છેક ચોથા નંબર પર રહી હતી.
2022ના વર્લ્ડ કપમાં ફ્રાન્સ રનર-અપ હતું. ઝિદાને ફ્રાન્સના ફૂટબૉલ ફેડરેશન સાથે ચાર વર્ષનો કરાર કર્યો છે. ઝિદાન છેલ્લે 2021માં રિયલ મૅડ્રિડની ટીમનો કોચ હતો.
ઝિદાન (Zidane) 54 વર્ષનો છે. તે 2006માં નિવૃત્ત થયો હતો. એ વર્ષના વર્લ્ડ કપની ઇટલી સામેની મૅચમાં હરીફ ખેલાડી માર્કો મૅટરાઝીને છાતીમાં માથું મારવા બદલ ઝિદાનને રેડ કાર્ડ બતાવીને મૅચમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.