નવી દિલ્હી: દેશમાં SIR અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બરની પ્રેસ નોટ વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવી હોવાના દાવા ફગાવી દીધા હતા. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રેસ નોટ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને તેને ક્યારેય હટાવવામાં આવી ન હતી.
ફોર્મ 6' સંબંધિત અમુક શરતોમાં ફેરફારોની જાહેરાત
ચૂંટણી પંચની 26 સપ્ટેમ્બરની પ્રેસ નોટમાં આયોગે 'ફોર્મ 6' સંબંધિત અમુક શરતોમાં ફેરફારોની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, નોટિસ માટે જરૂરી પૂરક દસ્તાવેજો એકત્રિત કરવા માટે મતદારોના ઘરે જવાની જવાબદારી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ને સોંપવામાં આવી હતી.
દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIR માટે સમયમર્યાદા લંબાવવાની માહિતી
આ પ્રેસ નોટમાં ચૂંટણી પંચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં SIR માટે સમયમર્યાદા લંબાવવાની માહિતી પણ આપી હતી. આ ઉપરાંત, કમિશનની અંદર કથિત મતભેદો અંગે કરવામાં આવી રહેલા આક્ષેપોના જવાબમાં, SIR સંબંધિત નોટિસની પ્રક્રિયામાં ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રેસ નોટને સંપૂર્ણ પંચની મંજૂરી પ્રાપ્ત
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ પ્રેસ નોટ 26 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાયેલી પંચની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર બહાર પાડવામાં આવી છે અને તેને સંપૂર્ણ પંચની મંજૂરી પ્રાપ્ત છે. સોમવારે પંચના એક સૂત્રએ કહ્યું, 26 સપ્ટેમ્બરની પ્રેસ નોટ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેને ક્યારેય હટાવવામાં આવી ન હતી.