Wed Jul 29 2026

Logo

NEET પેપર લીક મુદ્દે CBIએ દાખલ કરી 20,000 પાનાની ચાર્જશીટ, 360 સાક્ષીના નિવેદનો સામેલ, ક્યારે થશે સુનાવણી?

2026-07-29 15:25:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી મેડિકલ ક્ષેત્રની પરીક્ષાનું પેપર લીક થયું તેના કારણે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયાં હતાં, જેની અસર ખાર કરીને દિલ્હીમાં જંતર મંતર પર જોવા મળી હતી. હવે નીટ પેપર લીક માલે સીબીઆઈ દ્વારા તપાસ પૂર્ણ કરતા 13 આરોપીઓ સામે 20 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરી દીધી છે. રાઉસ એવન્યુ કોર્ટમાં વિગતવાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

આ કેસમાં હવે ત્રીજી ઓગસ્ટે સુનાવણી થશે

કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, ચાર્જશીટ સાથે જોડાયેલા દસ્તાવેજોને સ્કેન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાથી અન્ય મહત્વની દસ્તાવેજોને કોર્ટમાં રજૂ કરવા માટે વધારે સમય આપ્યો છે. આ કેસમાં હવે ત્રીજી ઓગસ્ટે સુનાવણી કરવામાં આવશે, જેમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસને ધ્યાને રાખવામાં આવશે. 

NEET પેપર લીક કેસમાં 13 આરોપીની ધરપકડ 

આ મામલે સીબીઆઈએ કહ્યું હતું કે NEET-UG 2026નું પેપર લીક થયું તે કેસમાં 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 20,000 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. કોર્ટે આ ચાર્જશીટને રેકોર્ડ પર લીધી અને નોટ કર્યું છે કે આમાં દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને જપ્ત કરાયેલી વસ્તુઓની વિગતવાર યાદી શામેલ છે. જ્યારે બાકીના દસ્તાવેજોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, તેન પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. 

આરોપીઓ સામે સીબીઆઈએ કેટલી કાર્યવાહી?

સીબીઆઈ દ્વારા આ કેસમાં 13 આરોપીઓ સામે કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ, પુરાવાનો નાશ કરવો અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓ સામે લોક પરીક્ષા અધિનિયમ 2024 અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ આ કેસમાં 360 સાક્ષીના નિવેદનો સામેલ કર્યાં છે. આરોપ પત્રમાં 422 દસ્તાવેજ અને 43 પ્રત્યક્ષ યા નજરે જોનારા સાક્ષી પણ સામેલ કરવામાં આવ્યાં છે. સીબીઆઈ દ્વારા એ પણ સાબિત કરવામાં આવ્યું છે કે, પરીક્ષા પહેલા નીટના પ્રશ્ન પત્રના કેટલાક પ્રશ્નો પહેલા જ લીક કરવામાં આવ્યાં હતાં.

92 જેટલી જગ્યાએ રેડ પાડી તપાસ હાથ ધરાઈ

કાર્યવાહીની વાત કરવામાં આવે તો આ કેસમાં સીબીઆઈએ 12 મે 2026ના રોજ ગુનો દાખલ કર્યો હતો. તે પછી 8 સાયબર ફોરેન્સિક નિષ્ણાત સહિત 72 અધિકારી અને કર્માચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત કુલ 92 જેટલી જગ્યાએ રેડ પાડી અને તપાસ કરી હતી. આ રેડ દરમિયાન મોબાઈલ ફોન, કમ્પ્યુચર, ડિજિટલ ડિવાઈસ સહિત મહત્વપૂર્ણ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. જેના આધારે 20,000 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. 

પેપર લીકમાં NTAના ત્રણ નિષ્ણાતનો પણ સામેલ

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ કેસમાં NTAના કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિજિક્સ વિષયના નિષ્ણાતનો પણ સામેલ હોવાનું સાબિત થયું છે. આ સાથે કોંચિંગ સંસ્થાઓના વ્યક્તિઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. સીબીઆઈએ આ કેસમાં આરોપીઓના બેંક ખાતાઓ, બેંક લોકર અને ડીમેટ ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. આ સાથે સીબીઆઈ દ્વારા આરોપીઓની આર્થિક વ્યવહારની તપાસ કરવામાં આવશે ત્યારે આ કેસમાં કોણે પેપર ખરીદ્યાં હતા તેની પણ જાણ થશે, જેથી તેમની સામે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.