Fri May 22 2026

Logo

'ધુરંધર' અનમ્યુટેડ પ્રિન્ટ OTT પર સ્ટ્રિમ થશે, જાણો ક્યાં જોઈ શકાશે રૉ વર્ઝન?

2026-05-21 14:17:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આદિત્ય ધર અને રણવીરસિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર' ની રૉ પ્રિન્ટ તા.22 મેના દિવસે નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થશે. આ પ્રિન્ટમાં વધુ પડતા બોલ્ડ, બ્રુટલ અને અનફિલ્ટર્ડ સીન છે. વધારે એક્શન સિક્વન્સની સાથે સ્ટોરી ડેપ્થ પણ દર્શકોને જોવા મળશે. આ પ્રિન્ટમાં એક હાઈટેક ઑપરેશનની ઝલક જોવા મળશે. વર્ષ 2025માં આવેલી 'ધુરંધર' ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઈ હતી. ખાસ કરીને અક્ષય ખન્નાના ડાન્સ મુવ્ઝને કારણે ફિલ્મની લાંબા સમય સુધી ચર્ચા થતી રહી છે. 

અનમ્યુટેડ પ્રિન્ટ જોવા મળશે
સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારોના બેસ્ટ પર્ફોમન્સથી ફિલ્મનું કોન્ટેટ વધારે રીચ બન્યું હતું. બોક્સઓફિસ પર ફિલ્મે પૈસાની સુનામી લાવી દીધી હતી. ફિલ્મની સ્ટોરી, બેગ્રાઉન્ડ મ્યુઝિક અને રીચ વિઝ્યુઅલ્સથી આ ફિલ્મ 2025ના વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ બની હતી.

હવે આ ફિલ્મની રો પ્રિન્ટ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થવાની છે. અનમ્યુટેડ વર્ઝનથી દર્શકોને ફરી એકવાર એ રોમાંચક અનુભવ થવાનો છે. ફિલ્મના પહેલા ભાગમાં જે ઑપરેશન રજૂ થયું છે એની એક વધુ ઊંડાઈ, દ્રષ્ટિકોણ અને ફાઈટિંગ સિક્વન્સનો એક આક્રમક નજારો આ પ્રિન્ટમાં જોવા મળશે. આ ફિલ્મનો રનટાઈમ પણ પહેલા કરતા વધારે હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં કેટલીક ન જોઈ હોય એવી ફ્રેમ જોવા મળી શકે છે. 

1350 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ ક્લેક્શન
250થી 280 કરોડમાં તૈયાર થયેલી ફિલ્મ વર્લ્ડવાઈડ 1350 કરોડનું ક્લેક્શન કર્યું હતું. વર્ષ 2025ના વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. એક્શન સિક્વન્સમાં કંઈક નવું જોવા મળશે એવું દર્શકો અત્યારથી કહી રહ્યા છે. એમની આ અપેક્ષા ફળશે કે નહીં એ ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવશે. હમઝા અલી મઝારીના રોલમાં રણવીરનો આ પ્રિન્ટમાં એક અલગ અંદાજ જોવા મળશે. નેટફ્લિકસ ફેન્સ છેલ્લા ઘણા સમયથી આ અનકટ વર્ઝનની રાઝ જોઈ રહ્યા હતા. આખરે 22 મેના રોજ આ વર્ઝન સ્ટ્રિમ થઈ જતા ફિલ્મની રો પ્રિન્ટ જોવા મળશે. આ પછી જીયો હોસ્ટાર ઉપર પણ તા.4 જૂનના રોજ પ્રીમિયર શરૂ થશે. આ પણ એક અનકટ વર્ઝન હોવાનું જાણવા મળ્યું છે. 

પતિ-પત્ની ઔર વો દો ફિલ્મ આવશે નેટફ્લિક્સ પર
માત્ર 'ધુરંધર' જ નહીં આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ 'પતિ-પત્ની ઔર વો દો' પણ નેટફ્લિક્સ પર સ્ટ્રિમ થશે, જોકે આ ફિલ્મના મેકર્સે કે નેટફ્લિકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મની પ્રિન્ટ પર થિએટર્સ કરતા થોડી અલગ રહેવાની શક્યતાઓ છે. આ ફિલ્મ ક્યારે સ્ટ્રિમ થશે એ અંગે હજુ સુધી કોઈ ડેટ ફિક્સ થઈ નથી. પણ આઠથી દસ અઠવાડિયા બાદ ફિલ્મ સ્ટ્રિમ થાય એવી પૂરી શક્યતાઓ છે. રિલેશનશીપના ગુંચવાળા વચ્ચે ફિલ્મ સ્ક્રિપ્ટ એવી રીતે લખાયેલી છે કે, તે છેક સુધી દર્શકોને બેસાડી રાખે છે. વમિકા, સારા અલી ખાન અને રકુલ પ્રિતનો દમદાર અવતાર આ ફિલ્મમાં જોવા મળ્યો છે. પણ ફેન્સ રકુલના અભિનયના વખાણ કરી રહ્યા છે.