Mon Jul 27 2026

Logo

ફ્રાન્સમાં જંગલમાં લાગેલી આગથી હાહાકાર: 2 લાખથી વધુ લોકો ઘર છોડવા મજબૂર

Legge-Cap ferret   2026-07-27 21:17:41
Author: Mumbai Samachar Team
Article Image

લેગે-કેપ ફેરેટ (ફ્રાન્સ): ફ્રાન્સના જંગલમાં લાગેલી ભીષણ આગથી હાહાકાર મચી ગયો છે. આગના કારણે 2,20,000 લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર થયા હતા. ફ્રાન્સના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશના દક્ષિણપશ્ચિમમાં 220,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે આગ ફેલાતી અટકી ગઈ હતી. પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો નથી.

મંત્રી લોરેન્ટ નુનેઝે કહ્યું હતું કે "રાત્રી દરમિયાન આ આગ આગળ વધી નથી. આપણે સજા રહેવું પડશે જેથી કોઈ પણ ક્ષણે કાર્યવાહી માટે તૈયાર રહી શકીએ. ગિરોન્ડે પ્રદેશ અને અન્યત્ર જંગલની આગ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા કટોકટી બેઠક યોજ્યા બાદ તેમણે વાત કરી હતી.

તેમણે આ જાણકારી ત્યારે આપી હતી જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સોમવારે ગિરોન્ડે વિસ્તાર અને અન્ય સ્થળોએ લાગેલી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો પર ચર્ચા કરવા માટે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. 
આગના કારણે પેરિસ કરતા ચાર ગણો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો હતો. વહીવટીતંત્રએ કહ્યું હતું કે રાત્રિ દરમિયાન પરિસ્થિતિ "ઘણા અંશે સ્થિર રહી હતી.

વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે રાત્રિમાં થોડો વરસાદ પડ્યો હતો. જેને આગ ઓલવવા માટે અનુકુળ પરિસ્થિતિ ગણાવી હતી. પરંતુ ચેતવણી પણ આપી હતી કે તે બદલાઈ શકે છે. લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ઓગસ્ટમાં ફ્રાન્સમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે સરકારે બાળકો અને દિવ્યાંગ લોકો માટે હોલિડે કેમ્પ પર પ્રતિબંધ મૂક્યો હતો.