નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2026માં ભારતને મેડલ મળવાની આશા પર પાણી ફરી ગયું છે. જ્વેલીન થ્રોઅર અને બેવાર ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપરા પોતાની ઈજાના કારણે આ વખતે એશિયન ગેમ્સની સમગ્ર સીઝનમાંથી બાહર થઈ ગયો છે. આનો સીધો અર્થ એ છે કે, તે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026માં ભાગ લેશે નહીં. પોતાના સોશિયલ મીડિયા પરથી આ અંગેની જાણકારી નીરજ ચોપરાએ પોતાના ફેન્સ અને દેશવાસીઓને આપી દીધી છે.
રિક્વરી આવતા સમય લાગશે
ખેલાડીએ કહ્યું હતું કે, લુસાને ડાયમંડ લીગમાં 88.05 મીટર સુધી પોતાનો બેસ્ટ થ્રો ફેંક્યા બાદ ખૂબ સારૂ લાગી રહ્યું છે. એ મોમેન્ટ મળી ગઈ હતી જેની ઘણા સમયથી શોઘ ચાલુ હતી.આ પછી તરત જ ટ્રેનિંગ દરમિયાન ઈજા થતા લિગામેન્ટ ટિયર થઈ ગયું હતું. આ કારણે હવે એશિયન ગેમ્સમાં ક્યાંય નીરજ ચોપરા જોવા મળશે નહીં. મેડિકલ ટીમ અને ડૉક્ટર સાથે લાંબી ચર્ચા કર્યા બાદ નીરજે આ સીઝનમાં ભાગ લેવાના બદલે સંપૂર્ણ રીતે આરામ કરવાનો નિર્ણય લીધો છે.
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 29, 2026
નિરજે કહ્યું કે, મારા માટે આ ખરેખર નિરાશાજનક છે, ખાસ કરીને એવા સમય જ્યારે મને લાગી રહ્યું હતું કે, હું સંપૂર્ણ રીતે ફીટ છું અને એ જ ટ્યુનમાં રમી શકું છે. પણ હવે એ શક્ય નહીં થાય, મુશ્કેલીઓ અને આંચકાઓ આ યાત્રાનો એકભાગ છે. હાલમાં સંપૂર્ણ રીતે રીક્વરી કેવી રીતે આવે અને કેવી રીતે ફરીથી ઊભા થઈ શકાય એના પર ફોક્સ કરી રહ્યો છું. થેંક્યું.
હવે કોના ખભે જવાબદારી?
આ પહેલા નીરજે ગ્લાસગોમાં યોજાયેલી એક ઈવેન્ટમાં પોડિયમ ફિનિશ કર્યું હતું. પણ શ્રીલંકાના રુમેશ પથિરાગે 89.75 મીટરનો શાનદાર થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ પર પોતાનું નામ લખી નાંખ્યું હતું. એ પછી નીરજ આ જ યાદીમાં છેક સાતમા ક્રમે રહ્યો, ક્વોલિફિકેશનની રેસમાં હતો પણ અહીંયા આ ટુર્નામેન્ટ અને અંતિમ ટુર્નામેન્ટ બની ગઈ હતી. નીરજ માટે પણ આ ઈજા ખરેખર ગંભીર છે અને નિરાશાજનક છે.
આ ઈજાના કારણે હવે તે તા.19 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર સુધી જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ 2026માં તે ભાગ લઈ શકશે નહીં. નીરજની ગેરહાજરીમાં આ જવાબદારી હવે ભારતના જ અન્ય ખેલાડી રોહિત યાદવના ખભે આવી ગઈ છે.રોહિતે તાજેતરમાં જ ભુવનેશ્વરમાં થયેલી વર્લ્ડ એથલેટિક્સ કોન્ટિનેંટલ ટુર ઈવેન્ટમાં 87.68 મીટર સુધી પોતાનો બેસ્ટ થ્રો કરીને મોટી જીત પ્રાપ્ત કરી હતી.