Fri Sep 04 2026

Logo

નેપાળના વિનાશક પૂર અંગે નવું કારણ પ્રકાશમાં આવ્યું, ગ્લેશિયર લેક ફાટવાની વાત નકારી

Tibet   2026-08-31 19:46:14
Author: Chandrakant Kanoja
નેપાળના વિનાશક પૂર અંગે નવું કારણ પ્રકાશમાં આવ્યું, ગ્લેશિયર લેક ફાટવાની વાત નકારી

Arun Sankar/AFP


તિબેટમાં સર્જાયેલી કુદરતી હોનારત બાદ નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે અનેક કારણો પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક કારણ ભૂકંપના લીધે ગ્લેશિયર લેક ફાટવાનું માનવામાં આવતું હતું.જોકે, યુએસ જીઓલોજિકલ સર્વેએ સ્પષ્ટતા કરી કે વાસ્તવિકતા ખરેખર વિપરીત છે. તેમજ હાલમાં પ્રકાશમાં આવેલા કારણ મુજબ  ગ્લેશિયર તૂટતા ભૂકંપ આવ્યો હતો. જેના લીધે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.  

તિબેટમાં કોઈ ગ્લેશિયર લેક ફાટ્યું નથી

આ ઉપરાંત  નેપાળ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રમુખ બિશાલ નાથ ઉપ્રેતીએ ચેતવણી આપી હતી કે મૃત્યુઆંક  10,000 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત  શરૂઆતમાં ઘણા લોકો માનતા હતા કે ગ્લેશિયર લેક ફાટવાથી પૂર આવ્યું છે. જોકે, પછીથી જાણવા મળ્યું કે તિબેટમાં કોઈ ગ્લેશિયર લેક ફાટ્યું નથી. આ થીયરી ખોટી સાબિત થઇ છે. 

ભૂકંપ બરફ અને ખડકોના પડવાથી આવ્યો હતો 

જેમાં જાણવા મળ્યું હતું કે, વાસ્તવમાં ભૂકંપ ઘાટીમાં મોટી માત્રામાં  બરફ અને ખડકો પડવાને કારણે આવ્યો હતો. જેમાં  શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 4.2 જણાવવામાં આવી હતી, બાદમાં તેને વધારીને 5.2 કરવામાં આવી હતી. મતલબ કે પૂર ભૂકંપને કારણે નથી આવ્યું પરંતુ ભૂકંપ બરફ અને ખડકોના પડવાથી આવ્યો હતો. 

ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી

તેમણે વધુમાં જણાવ્યું, લગભગ ત્રણ કલાક અને આઠ મિનિટ બાદ બીજું ભૂસ્ખલન થયું જેના કારણે એક બંધ તૂટી ગયો.જેના કારણે નાનું પૂર આવ્યું હતું. સદનસીબે, પાણી ધીમે ધીમે વહેતું રહ્યું જેના કારણે મોટી આફત ટળી ગઈ. તેમજ ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં બરફ અને ખડકો લગભગ બે કિલોમીટરની ઊંચાઈથી પડ્યા હતા. જેના કારણે કાટમાળના પ્રવાહ માટે સમાન પરિસ્થિતિઓ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા.