Sat Aug 29 2026

Logo

શું તમને પણ 'ચા' વિના ચેન નથી પડતું? દિવસમાં 4-5 કપ ચા પીતા હોવ તો આજે જ ચેતી જજો

2026-07-28 22:42:06
Author: Devayat Khatana
શું તમને પણ 'ચા' વિના ચેન નથી પડતું? દિવસમાં 4-5 કપ ચા પીતા હોવ તો આજે જ ચેતી જજો

ગુજરાતીઓ સામાન્ય રીતે 'ચા વિના મને ચેન પડે નહિ!' જેવા શોર્ટ વીડિયો શેર કરીને તેની ચાપ્રીતિની વ્યક્ત કરતાં હોય છે. શું તમને પણ સવારથી લઈને સાંજ સુધીમાં 4-5 કપ જેટલી ચા વિના ચેન નથી પડતો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણે નિષ્ણાતની સલાહ અનુસાર, જરૂર કરતાં વધારે ચા પીવાથી ખાલી એસિડિટી કે ઊંઘની સમસ્યા જ નથી વધતી પણ શરીરઆ વિટામિન B12 તેમજ આર્યન જેવા જરૂરી પોષક તત્વોનું ઉણપનું કારણ બની શકે ચે. 

આ અંગે એશિયન નિષ્ણાતોનું માનવું છે કે, ચામાં રહેલા 'ટેનીન' અને 'કેફીન' જેવા તત્વો શરીરમાં વિટામિન B12 ના શોષણને અટકાવે છે. શરીરમાં વિટામિન B12 ની ઉણપ સર્જાતા વ્યક્તિને સતત થાક લાગવો, શારીરિક નબળાઈ આવવી, યાદશક્તિની સમસ્યાઓ અને વારંવાર મૂડ સ્વિંગ થવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

વિટામિન B12 ઉપરાંત વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્નની પણ ઉણપ સર્જાય છે. નિષ્ણાતોના કહેવા મુજબ, વિટામિન C શરીરમાં આયર્નને સારી રીતે શોષવામાં મદદ કરે છે, પરંતુ ચા પીવાથી તેની અસર ઘટી જાય છે. ખાસ કરીને જમ્યા પછી તરત જ ચા પીવાથી આયર્નનું શોષણ ઘટી જાય છે. લાંબા ગાળે આ આદત 'એનિમિયા' એટલે કે શરીરમાં લોહીની ઉણપનું ગંભીર કારણ બની શકે છે. તેથી ચાના વધુ પડતા સેવનથી બચવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.

(નોંધ: અહી આપવામાં આવેલી વિગતો માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.)