Tue Oct 06 2026

Logo

મુંબઈ સમાચારની ખાસ ગણેશોત્સવ સ્પર્ધા શરૂ; મોકલો ડેકોરેશનનો વીડિયો અને જીતો આકર્ષક ઇનામો

2026-09-15 17:01:11
Author: Mumbai Samachar Team
મુંબઈ સમાચારની ખાસ ગણેશોત્સવ સ્પર્ધા શરૂ; મોકલો ડેકોરેશનનો વીડિયો અને જીતો આકર્ષક ઇનામો

મુંબઈ: ગણેશોત્સવના પાવન અવસર પર ભક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે એશિયાના સૌથી જૂના અખબાર 'મુંબઈ સમાચાર' દ્વારા 'મુંબઈ સમાચાર મહા ગણેશોત્સવ' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી સ્પર્ધા દ્વારા ગણેશભક્તો પોતાના ઘરમાં બિરાજેલા લાડકા ગણપતિ બાપ્પાની સુંદર પ્રતિમા અને શ્રદ્ધાપૂર્વક સજાવેલા પૂજા મંડપ-ડેકોરેશનનો વીડિયો મોકલીને 'શોસ્ટોપર બાપ્પા' બનાવી શકે છે અને આકર્ષક ઇનામો જીતી શકે છે.

સ્પર્ધકોની કલા અને ભક્તિભાવને મુંબઈ સમાચાર પોતાના ડિજિટલ અને પ્રિન્ટ પ્લેટફોર્મ મારફતે લાખો વાચકો તથા દર્શકો સુધી પહોંચાડશે. આ સ્પર્ધામાં ભાગ લેનારી દરેક એન્ટ્રીને બાપ્પાની એક ખાસ ભેટ પણ એનાયત કરવામાં આવશે.

વિવિધ કેટેગરીમાં અપાશે આકર્ષક પુરસ્કારો:

- બેસ્ટ ઘરગથ્થુ ગણપતિ ડેકોરેશન: પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ

- બેસ્ટ ક્રિએટિવ ગણપતિ ડેકોરેશન: 1 વિજેતા

- બેસ્ટ ઇકો-ફ્રેન્ડલી ગણપતિ ડેકોરેશન: 3 વિજેતાઓ

- ટોપ 10 બેસ્ટ ગણેશ પ્રતિમા

- ટોપ 10 બેસ્ટ ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા

- બેસ્ટ થીમ બેઝ્ડ ગણપતિ ડેકોરેશન: 3 વિજેતાઓ

ફોટો અને વીડિયો મોકલવા માટેની માર્ગદર્શિકા:

1) વીડિયો સમયગાળો: વીડિયો ઓછામાં ઓછો 30 સેકન્ડ અને વધુમાં વધુ 1થી 2 મિનિટનો હોવો જોઈએ.
2) શૂટિંગ મોડ: મોબાઈલથી શૂટ કરતી વખતે ફોન ઊભો વર્ટિકલ રાખવો ફરજિયાત છે. હોરીઝોન્ટલ વીડિયો માન્ય ગણાશે નહીં.
 
મોકલવાની રીત: "

* ફોટો અને વીડિયો રજિસ્ટર્ડ વ્હોટ્સએપ (WhatsApp) નંબર અથવા ઈ-મેઈલ (E-mail) મારફતે મોકલવાના રહેશે.
* એન્ટ્રી સાથે મોકલવાની જરૂરી વિગતો:
* ડેકોરેશનની થીમનું નામ
* ઇકો-ફ્રેન્ડલી ડેકોરેશન (હા / ના)
* ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ (હા / ના)
* સહભાગીનું પૂરું નામ, મોબાઈલ નંબર અને સરનામું

વિજેતાઓની પસંદગી પ્રક્રિયા:

પાંચ નિષ્ણાત જજોની પેનલ દ્વારા વિવિધ માપદંડોના આધારે તટસ્થ રીતે વિજેતાઓની પસંદગી કરવામાં આવશે.

જ્યૂરીનો નિર્ણય અંતિમ અને સર્વમાન્ય રહેશે. આ સ્પર્ધામાં કોઈપણ પ્રકારના પબ્લિક વોટિંગ (Public Voting) દ્વારા વિજેતા પસંદ કરવામાં આવશે નહીં. આ સ્પર્ધા માત્ર મુંબઈ અને થાણે પૂરતી જ મર્યાદિત રહેશે.

ભાગ લેવા માટે અહીં ક્લિક કરો 👉 Maha Ganeshotsav 2026