મુંબઈઃ બોલિવૂડની એક્ટ્રેસ હુમા કુરૈશી સાઉથના સ્ટાર યશ સાથે 'ટોક્સિક' ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય હવે એની પાસે બીજા કેટલાક ફિલ્મી પ્રોજેક્ટ છે, પણ વેબસિરીઝમાં દમદાર અભિનયથી સિદ્ધિ હાંસલ કરનારી એક્ટ્રેસ હવે 'મહારાની' સિરીઝમાં કમબેક કરી રહી છે. 'મહારાની-5' આગામી સમયમાં સ્ટ્રિમ થશે. પાંચમી સીઝનનું એલાન થતા ફેન્સ હવે આ સિરીઝમાં શું હશે તેની ચર્ચા કરવા લાગ્યા છે. 'બેબી ડુ, આઈ ડુ'માં ખતરનાક રોલ પ્લે કર્યા બાદ ફરી વેબસિરીઝ સ્ક્રિન પર જોવા મળશે, જોકે આ ફિલ્મને ખાસ કોઈ પ્રતિસાદ મળ્યો નથી પણ લોકો હુમાની એક્ટિંગના ફેન બની ગયા છે.
ફરી જોવા મળશે રાજકીય દાવપેચ
'બેબી ડુ, આઈ ડુ'માં હુમા એક મૂકબધિર લેડીનો રોલ પ્લે કરી રહી છે. જે પછીથી કિલર સાબિત થાય છે.પોતાના જન્મદિવસના અવસર પર હુમાએ ફેન્સને સરપ્રાઈઝ આપી દીધી છે. એક સમયની સૌથી હિટ અને આઈકોનિક વેબસિરીઝ 'મહારાની-5'નું એલાન થઈ ચૂક્યું છે. આ વેબસિરીઝની ચાર સિઝન સ્ટ્રિમ થઈ ચૂકી છે. ચારેય સીઝન જોઈને ફેન્સ હુમાના વખાણ કરી રહ્યા છે.
ચારેય સીઝન પણ દમદાર રહી છે. વિષય, વાર્તા, ડાયલોગ્સ અને સીન દરેક ફ્રેમમાં પર્ફેક્ટ સિકવન્સ દેખાઈ રહી છે. ફરી એકવાર ભારતીય પાત્રમાં હુમા એક અલગ અંદાજમાં જોવા મળશે, જોકે સિરીઝમાં લૂક કેવો રહેશે એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. ફરી એકવાર વેબસિરીઝ મારફતે સત્તાનો સંઘર્ષ જોવા મળશે.
હિંમત, ઈરાદા અને રાજકીય દાવપેચ વચ્ચે હવે વાર્તા શેના પર આધારિત રહેશે એ જોવાનું છે. ઈન્સ્ટાગ્રામ પરથી એક સેટ પરથી ફોટો શૅર કરીને હુમાએ એલાન કરી દીધુ છે કે, આ સિરીઝનું શુટિંગ શરૂ થી ચૂક્યું છે. આ ફિલ્મનું હજું પ્રી પ્રોડક્શન ચાલી રહ્યું છે જેમાં હુમા પહોંચી છે.
કરિશ્માની પણ સિરીઝ આવેલી
આ સિરીઝ સોની લીવ પર સ્ટ્રિમ થવાની છે. 'મહારાની' એક પોલિટિકલ ડ્રામા સિરીઝ છે.સીઝન 5 સાથે એક નવી વાર્તા શરૂ થશે એવું ફેન્સનું માનવું છે. અગાઉની સ્ટોરી આગળ વધશે એવું કેટલાક ફેન્સ માની રહ્યા છે. સતત સુધી શુટિંગ કરીને એક્ટ્રેસે ફોટો પોસ્ટ કરીને જાહેરાત કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી પાંચમી સીઝનની ચર્ચા હતી. હવે આનું શુટિંગ શરૂ થતા ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. રાની ભારતીના પાત્રમાં હવે ક્યા દાવપેચ રમશે અને ક્યા સમીકરણ પર આગળ વધશે એના પર સૌની નજર છે. આ સિઝનનું પહેલા ટિઝર આવ્યા બાદ સ્ટોરી ખ્યાલ આવશે.વેબ સિરીઝને લઈને અનેક એક્ટ્રેસ છે જે કામ કરવા માટે તૈયાર છે. આ પહેલા કરિશ્મા કપૂરની સિરીઝ બ્રાઉન આવી હતી. એ પણ સ્ટ્રિમ થઈ ગઈ અને ખાસ કોઈ રીતે ચાલી ન હતી.