અમદાવાદઃ ગુજરાતમાંથી ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગના વેધર બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર ભારતના બાકીના ભાગો, સમગ્ર ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે. 4થી 6 ઓક્ટોબર દરમિયાન કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં; તેમજ 5 અને 6 ઓક્ટોબરે દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
11 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં સિઝનનો સરેરાશ 89 ટકા વરસાદ પડ્યો છે, એટલે કે હજુ પણ 11 ટકા વરસાદની ઘટ છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ઑક્ટોબર મહિનામાં પણ સામાન્યથી વધારે તાપમાન રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગ મુજબ, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાશે.
જેના કારણે સવારે ઠંડીનો અને બપોરે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાનું અનુમાન છે. જેના કારણે ભેજનું પ્રમાણ ઘટશે અને બપોરના સમયે ઉકાળા તથા ગરમીનો અનુભવ થશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી સેલ્સિયસ થી 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
दैनिक मौसम परिचर्चा (03-10-2026) (i) दक्षिण-पश्चिम मॉनसून उत्तर भारत के बचे हुए हिस्सों, पूरे गुजरात और मध्य प्रदेश, तथा बिहार, झारखंड, छत्तीसगढ़ और महाराष्ट्र के कुछ हिस्सों से वापस चला गया है। (ii) 4 से 6 अक्टूबर के दौरान केरल और माहे तथा तमिलनाडु, पुडुचेरी और कराईकल में; और 5 व 6 अक्टूबर को दक्षिण आंतरिक कर्नाटक में कहीं-कहीं भारी बारिश होने की बहुत संभावना है। (iii) 3 अक्टूबर को असम और मेघालय तथा अरुणाचल प्रदेश में कहीं-कहीं भारी बारिश जारी रहने की संभावना है। https://t.co/NOi0nKuSQV
— India Meteorological Department (@Indiametdept) October 3, 2026
કયા ઝોનમાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં કચ્છમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ મધ્યમાં 89.67 ટકા, સૌરાષ્ટ્રમાં 71.43 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111.24 ટકા વરસાદ વરસ્યો છે. સિઝન દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની મોટી ખાધ જોવા મળી છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અહીં માત્ર 16.45 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે નવસારીમાં સૌથી વધુ 129.73 ટકા વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 99.93 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 71.17 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 31 ડેમ 100 ટકા ભરાયેલા છે. 73 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 27 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 34 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 77 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે.
" />
" />
હવામાન નિષ્ણાતોએ શું કહ્યું
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચોમાસાની વિદાય સાથે જ સામાન્ય રીતે અનુભવાતી ઓક્ટોબર હીટ આ વખતે સામાન્ય કરતાં વધુ આકરી અને અકળાવનારી બની રહે તેવી સંભાવના છે. પેસિફિક મહાસાગરમાં સક્રિય બનેલી સુપર અલ-નિનોની સ્થિતિને કારણે ચાલુ ઓક્ટોબર મહિના દરમિયાન સરેરાશ તાપમાન સામાન્ય સ્તર કરતાં નોંધપાત્ર રીતે ઊંચું રહી શકે છે. ઓક્ટોબર મહિનાની ગરમી સામાન્ય સંજોગોમાં પણ ત્રાસદાયક હોય છે, પરંતુ સુપર અલ-નિનોની સીધી અસર હેઠળ પારો વધુ ઊંચકાતાં નાગરિકોને ભારે અકળામણનો સામનો કરવો પડી શકે છે.