Mon Oct 05 2026

Logo

ખાદ્યતેલમાં નિરસ વેપારે દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ

2026-10-03 20:25:26
Author: Ramesh Gohil
ખાદ્યતેલમાં નિરસ વેપારે દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 130 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંતને કારણે એકંદરે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1415, સોયા રિફાઈન્ડના નવેમ્બર ડિલિવરી શરતે રૂ. 1430 અને સન રિફાઈન્ડના રૂ. 1655, રિલાયન્સ રિટેલના નવેમ્બર અને ડિસેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1440 અને ઑક્ટોબર તથા નવેમ્બર ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. 1620, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1421 અને સોયા રિફાઈન્ડના રૂ. 1431, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1440, મહેશ ઑઈલ રિફાઈનરીના સોયા રિફાઈન્ડના રૂ. 1418, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિના રૂ. 1450 અને ગોકુલ એગ્રોના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1430 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ વેપાર છૂટાછવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 28,000 ગૂણીની અને રાજકોટ મથકે 12,000 ગૂણી મગફળીની આવક સામે બન્ને મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1250થી 1650માં થયા હતા. તેમ જ આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1450, સોયા રિફાઈન્ડના રૂ. 1450, સન રિફાઈન્ડના રૂ. 1700, સિંગતેલના રૂ. 1750, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1590 અને સરસવના રૂ. 1740ના મથાળે ટકેલા રહ્યા હતા.