Tue Oct 06 2026

Logo

આ વખતે પણ દિવાળી બાદ પડતર દિવસ, જાણો ક્યારે છે લાભ પાંચમ અને ભાઈબીજ

2026-10-03 19:20:00
Author: Mumbai Samachar Team
આ વખતે પણ દિવાળી બાદ પડતર દિવસ, જાણો ક્યારે છે લાભ પાંચમ અને ભાઈબીજ

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ આગામી તા.11 ઑક્ટોબરથી આધ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ રહી છે. નોરતાને લઈને અત્યારથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. માર્કેટમાં ગરબા, ચણીયાચોલી, ટ્રેન્ડી કુર્તા અને નવી-નવી એસેસરી આવવાનું શરૂ થઈ ગયું છે. નોરતાના દિવસોથી જ દિવાળીના તહેવારોના એંધાણ વર્તાય છે. નોરતા એ દિવાળીનું અલ્ટિમેટમ છે. આ વર્ષે દિવાળી અને નવા વર્ષ વચ્ચે એક પડતર દિવસ આવશે. તા. 5 નવેમ્બરના રોજ દિવાળી છે. 

આ વખતે કારતક મહિનો નવેમ્બરમાં શરૂ
તા.9 નવેમ્બરે સોમવતી અમાસ છે આ દિવસે પડતર દિવસ રહેશે. તા. 10 નવેમ્બરના રોજ નૂતનવર્ષ શરૂ થશે જ્યારે તા.11 નવેમ્બરના રોજ ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે. આ વખતે રવિવારના દિવસે દિવાળી આવે છે જ્યારે બુધવારે ભાઈબીજ છે અને શનિવારે લાભ પાંચમ છે. વર્ષ 2023માં જેવો યોગ હતો એવો જ સમય આ વખતે જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં ખંડગ્રાસ સૂર્યગ્રહણને કારણે પડતર દિવસ આવ્યો હતો. જ્યોતિષી શાસ્ત્ર અનુસાર તહેવારોમાં તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે.

આ વખતે નવું વર્ષ કારતક નવેમ્બર મહિનામાં શરૂ થઈ રહ્યું છે. દેવ દિવાળીથી લગ્ન સહિત કેટલાય શુભ મૂહુર્ત શરૂ થઈ રહ્યા છે. પડતર દિવસના દિવસે મોટાભાગના પરિવારો કોઈ શુભકાર્ય કરતા નથી.  માર્કેટમાં દશેરા બાદ દિવાળીની રોનક જોવા મળશે. ખાસ કરીને મહાનગર સહિત દરેક શહેર-જિલ્લાની લોકલ માર્કેટમાં એક દિવાળીનો રંગ જોવા મળશે.  

પ્રતીકાત્મક તસવીર

ક્યારે છે કરવાચોથ?
તા.29 ઑક્ટોબરના રોજ કરવાચોથ છે જ્યારે 1 નવેમ્બરના રોજ રવિવારે રવિપુષ્ય યોગ છે. તા.5 નવેમ્બરના રોજ ગુરૂવારે રમા એકાદશી છે અને વાકબારસ પણ છે. તા.6 નવેમ્બરના રોજ શુક્રવારે ધનતેરસ છે. જ્યારે 7 નવેમ્બરના રોજ શનિવારે કાળી ચૌદશ છે. તા.8 નવેમ્બરના રોજ રવિવારે દિવાળી છે. જ્યારે તા.9 નવેમ્બરના રોજ સોમવતી અમાસ છે. તા.10 નવેમ્બરના મંગળવારે નૂતનવર્ષ અને તા.11 નવેમ્બરે બુધવારે ભાઈબીજ છે. તા.14 નવેમ્બરના શનિવારના રોજ ભાઈબીજ છે.

તા.8 મી નવેમ્બરના રોજ રવિવારે દિવાળીના પર્વ પર ચોપડાપૂજન તથા ઘરે ઘરે દીવા થશે. આ દિવસે મંદિરોમાં પણ ખાસ દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના મંદિરોમાં દિવાળીના આગલા દિવસે દીવાથી સુશોભન કરવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ જશે.