Mon Oct 05 2026

Logo

AIથી બનેલા જ્હાન્વી કપૂરના વીડિયો પર NTR આકરા પાણીએ, કહ્યું લીગલ ફાઈટ લડીશ

2026-10-03 18:38:00
Author: Mumbai Samachar Team
AIથી બનેલા જ્હાન્વી કપૂરના વીડિયો પર NTR આકરા પાણીએ, કહ્યું લીગલ ફાઈટ લડીશ

હૈદરાબાદઃ જ્હાન્વી કપૂર અને જુનિયર NTRનો એક એઆઈ વીડિયો વાયરલ થતા એક્ટર આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેલુગુ સુપરસ્ટાર જુનિયર NTR એ બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સાથે ફિલ્મોમાં સારૂ એવું કામ કર્યું છે. બન્નેની વર્ષ 2024માં ફિલ્મ દેવરા પાર્ટ-1 આવી હતી. આ ફિલ્મનું એક ગીત પણ ઘણું પોપ્યુલર થયું હતું. પણ આ ગીતને લઈને જ્હાન્વી કપૂર અને જુનિયર NTRનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે AI વિડિયો છે. આ વીડિયો પર એક્ટરે વાત કરતા કહ્યું હતું કે, આ યોગ્ય નથી. સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા આવું કરનારા સામે કાયદેસરના પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. 

જ્હાન્વી કપૂર સાથે AI વીડિયો સામે આવતા ભડક્યા
જ્હાન્વી કપૂર સાથે AI વીડિયો સામે આવતા એક્ટર ભડક્યા હતા. તેણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ટ્વિટર પર પોતાની વાત મૂકતા કહ્યું હતું કે, આ પ્રકારની ગંદી અને શરમજનક હરકત માટે હું કોઈને માફ નહીં કરૂ.એ પછી ભલે કોઈ પણ હોય. આ નીચલી કક્ષાનું, બીમાર દિમાગી અને માનસિકતા સામે પ્રશ્ન કરનારૂ તથા બેહદ બેશરમ છે. જે દેશમાં મહિલાઓને દેવીની જેમ પૂજવામાં આવે છે. માતૃદેવો ભવ માત્ર કોઈ કહેવત નથી, આપણી સંસ્કૃતિ છે.

ત્યાં આવી ઘટિયા કહી શકાય એવી હરકત કરનારા લોકોની માનસિકતા વધારે નીચી ગઈ છે. એક મહિલાનો AI વીડિયો બનાવીને તેનું અપમાન કરવામાં આવ્યું છે. જે પણ આવા ગંદા લોકો આ મોર્ફ્ડ વીડિયો પાછળ જવાબદાર છે એને હું ક્યારેક માફ નહીં કરૂં. આ વીડિયો બનાવનારા અને તેને વાયરલ કરનારા સામે કાયદેસરના પગલાં લઈશ. હું લોકોને પણ અપીલ કરૂ છું કે આ પ્રકારના કોન્ટેટને જોતા નહીં.

કોન્ટેટ શૅર કરશો નહીં
આ પ્રકારનું કોન્ટેટ સામે આવે તો પ્લીઝ કોઈ શૅર કરતા નહીં. આ કોન્ટેટ પર કોઈ પ્રકારનું રીએક્શન પણ આપતા નહીં. આવું આવતીકાલે તમારી પત્ની, માતા, બહેન અને દીકરી સાથે પણ થઈ શકે છે. સરકારે AIના ખોટા ઉપયોગ સામે યુદ્ધના ધોરણે કાયદેસરના પગલાં લે અને આવા કેસમાં યોગ્ય કાર્યવાહી પણ કરે. એ માટે ચોક્કસ કાયદો પણ બનાવે. જ્હાન્વી કપૂર અને NTRની ફિલ્મમાં સૈફઅલી ખાન વિલનનો રોલ પ્લે કરી રહ્યા હતા. આ ફિલ્મના એક ગીત ચુટ્ટુમલ્લે થી જોરશોરથી ચર્ચા શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર આ મુદ્દાને લઈને અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ પહેલા પણ કલાકારોએ AIના ખોટા ઉપયોગને લઈને અનેકવાર મુદ્દાઓ સરકાર સામે ઊઠાવ્યા છે.