નવી દિલ્હીઃ NEET પેપર લીક મુદ્દે સરકાર સામે પડેલી કોક્રોંચ જનતા પાર્ટીના નેતાઓના ધીમે ધીમે તેવર બદલાઈ રહ્યા છે, જેમાં સરકાર પછી સુપ્રીમ કોર્ટ માટે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
કોક્રોચ જનતા પાર્ટી (CJP)એ વિરોધ પ્રદર્શન દરમિયાન જે કેસ થયા એ મામલે હવે ચર્ચા શરૂ કરી દીધી છે. વિરોધ પ્રદર્શન કરનારાઓને કાયદાકીય રીતે રાહત માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે, પણ સુપ્રીમ કોર્ટે જે શરત મૂકી એ કોક્રોચ જનતા પાર્ટીને મંજૂર નથી. કોક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે જે શરત મૂકી છે એ સ્વીકાર્ય નથી. સૌરભ દાસે જણાવ્યું હતું કે, માગ પૂરી કરવા સિવાય સુપ્રીમ કોર્ટ અન્ય કોઈ પ્રકારની રાહત આપે તો એ મંજૂર રહેશે.
મુક્ત કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે મંગળવારે વિરોધ પ્રદર્શન કરનારાઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો જેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે, આ ઉપરાંત એમનો કોઈ અગાઉ ગુનાહિત ઈતિહાસ નથી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર બર્બતા લગાવતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટથી આપવામાં આવેલા આદેશ પર સૌરભ દાસે જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ શરત મંજૂર નથી. સુપ્રીમ કોર્ટ જો કોઈ યુવાનોના હિતમાં કોઈ પગલું લઈ રહી છે તો અમે એનું સ્વાગત કરીએ છીએ.
આ આદેશનું અમે સ્વાગત કરીએ છીએ. પણ સુપ્રીમ કોર્ટ જે કરી રહી છે તે પોતાના હિસાબથી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમે ગ્રાઉન્ડ પર જ હતા.અમારી પણ કેટલીક માગ હતી જે પૂરી થાય એ ખૂબ મહત્ત્વનું છે. અમે એવી માગ કરી હતી કે, વિરોધ પ્રદર્શન દરમિયાન જે પોલીસ ફરિયાદ થઈ છે એ પરત ખેંચી લેવામાં આવે.
સુપ્રીમ કોર્ટનું વલણ
ભવિષ્યમાં આવી કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે. જેટલા પણ લોકોની અટકાયત કરવામાં આવી એમને છોડી દેવામાં આવે. અમે નથી કહ્યું કે, જે સગીર છે એને જ છોડો અથવા જેની સામે પહેલાથી જ FIR છે એને છોડો. સરકારે પણ સમજવું જોઈએ કે, જે ભરોસો બન્ને મંત્રીઓએ આપ્યો હતો એને પૂરો કરવો જોઈએ.
જો સુપ્રીમ કોર્ટ એવું કહી રહી છે કે, જેના પર પહેલાથી જ FIR છે એને ન છોડવામાં આવે. આ અમને બિલકુલ મંજૂર નથી. અમારી જે માગ છે એ સ્પષ્ટ છે અને એ હિસાબથી જ બધુ જવું જોઈએ. સરકારે અમને ભરોસો અપાવ્યો હતો, મંગળવારે આદેશ આપવામાં આવશે.
સોમવારની રાત્રે પણ લાંબી ચર્ચા થઈ હતી. અમે એમની સાથે ચર્ચા કરી તો આદેશની ભાષા શું હોય, અમને આશંકા હતી કે, જો શરતો આપવામાં આવે કે પહેલાથી જ FIR હોય કે ન હોય શાંતિપૂર્ણ શબ્દનો ઉપયોગ કરીને પોલીસ પાસે તાકાત આવી જશે કે, જે એમને પસંદ નથી એમને પણ તે અશાંતિપૂર્ણ ઠેરવી દેશે.
સરકારે પણ નોંધ લેવી જોઈએ
આ માટે જ અમે કહ્યું હતું કે જેટલા પણ લોકો આ વિરોધ પ્રદર્શન કરે છે એની સામે કોઈ પ્રકારની કાર્યવાહી ન થવી જોઈએ. હવે અમે લોકો રાહ જોઈને બેઠા છે. સરકારે પહેલા અમારી માગ પૂરી કરવી જોઈએ. હવે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળે છે તો અમે તેને, તે આદેશને સ્વીકારીશું.
આ વિષય પર હવે સુપ્રીમ કોર્ટ પણ કોઈ શરત મૂકે છે તો એ અમને મંજૂર નથી. અમે અમારી માગ પર અડગ છીએ. સુપ્રીમ કોર્ટ જે રાહત આપે એ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ જે રાહત આપે તે સરકારે પણ પૂરી કરવી જોઈએ.