Sat Sep 05 2026

Logo

ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા બાદ કર્યો આપઘાત, વોટ્સએપ સ્ટેટસ અને વીડિયો બનાવી વ્યક્ત કરી હતી વ્યથા

2026-08-20 08:28:00
Author: Vimal Prajapati
ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા બાદ કર્યો આપઘાત, વોટ્સએપ સ્ટેટસ અને વીડિયો બનાવી વ્યક્ત કરી હતી વ્યથા

જૂનાગઢઃ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તેવામાં જૂનાગઢ જિલ્લામાં વધુ એક હત્યા અને આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. કેશોદમાં એક યુવકે પોતાની પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. લગ્ન કર્યાને માત્ર ચાર વર્ષ થયાં હતાં. આ દરમિયાન ઘર કંકાસથી કંટાળીને પતિએ પહેલા પત્ની હત્યા કરીને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પત્ની હત્યા કર્યા બાદ પતિએ વોટ્સએપમાં સ્ટેટસ પણ લગાવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચાલો વિગતે જોઈએ...

ઘરની ઘરકંકાસથી આ પગલું ભર્યાનો દાવો

વિગતે વાત કરવામાં આવે તો, 27 વર્ષીય ગિરીશ બાલસે અર્બન હેલ્થ સેન્ટરના લેબ ટેકનિશિયન તરીકે કોંન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો હતો. ઘરની ઘરકંકાસથી ગિરીશ ખૂબ જ કંટાળી ગયો હતો. જેથી તેણે પત્નીના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો વીડિયોમાં જણાવ્યું હતું. પત્નીએ તેને માનસિક રીતે એટલી પરેશાન કરતા હતી તે તેને હવે મરવા સિવાય કોઈ વિચાર નહોંતો આવતો તેવો વીડિયોમાં દાવો કર્યો છે. 

રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો

ગિરીશ બાલસે પહેલા પત્નીને ગળાફાંસો આપીને હત્યા કરીને બાદમાં રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી નાખ્યો હતો. આ સમગ્ર બાબતે તેને એક વીડિયો પણ બનાવ્યો તેમાં આ હત્યા અને આપઘાત શા માટે કર્યો તેનો ઉલ્લેખ કર્યો હતો. વાયરલ વીડિયોમાં તેણે એવું પણ કહ્યું કે, તેણે પત્નીની હત્યા નથી કરી પરંતું ‘પત્નીનો વધ કર્યો છે’. આ વીડિયોની અત્યારે ભારે ચર્ચા થઈ રહી છે. 

પત્ની પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપતી 

વાયરલ કરેલા વીડિયોમાં તેણે એવો પણ દાવો કર્યો કે તેની પત્ની તેને વારંવાર પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપતી હતી. એટલું જ નહીં પરંતુ પરિવારને પણ આ કેસમાં ફસાવી દેવાનું કહેતી હતી. મને વારંવાર બચકા ભરતી અને માર પણ મારતી હતી. કાયદા મહિલાઓ માટેના હોવાથી તેનું કોઈ સાંભળતું નહોતું. પત્ની ભણેલી હતી અને કાયદા જાણતી હતી એટલે માત્ર હેરાન કરવા માટે આવું બધુ કરી રહી હતી. આખરે આ ઘરકંકાસનો અંત હત્યા અને આત્મહત્યાથી આવ્યો!

પોલીસે વીડિયોના આધારે મૃતકના ઘરે જઈને તપાસ કરી ત્યારે પત્ની વિજ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે આ હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પંચનામું કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે આગળની કાર્યવાહી પણ પોલીસે શરૂ કરી દીધી છે.