Wed Aug 19 2026

Logo

ટ્રમ્પનો યુ-ટર્નઃ કેનેડા પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય ટાળ્યો, છેલ્લી ઘડીએ કર્યો 'કરાર'

Washington DC   2026-08-19 21:42:53
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી આવતા 20 અબજ ડોલરના માલસામાન પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત પર છેલ્લી ઘડીએ રોક લગાવી દીધી હતી. ટેરિફ અમલી બનવાના બે કલાકથી પણ ઓછા સમય પહેલા ટ્રુથ સોશિયલ પર આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી બંને દેશોને વધુ વાટાઘાટો કરવાનો સમય મળી ગયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કેનેડામાંથી આયાત કરવામાં આવતા 20 અબજ અમેરિકન ડોલરના માલસામાન પર 50 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. આ નિર્ણય બંન્ને દેશો વચ્ચે પ્રતિબંધો લાગુ થવાના થોડા કલાકો પહેલા થયેલા કરાર બાદ લેવામાં આવ્યો હતો.

ટ્રમ્પેની જાહેરાતથી વાતચીત માટે બંન્ને દેશોને સમય મળી ગયો છે. બંને દેશો વચ્ચે અગાઉથી જ તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ લગાવવાની ડેડલાઈનના બે કલાકથી પણ ઓછા સમય પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કર્યું હતું કે, "મેં કેનેડા પર લાગનારા 50 ટકા ટેરિફ પર રોક લગાવી દીધી છે. આ કાલ સવારથી ત્રણ દિવસ માટે અમલમાં રહેશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે કેનેડા અને અમેરિકા વચ્ચે એક કરાર થયો છે." 

આ આયાત ટેરિફ ટ્રમ્પ દ્વારા દર વર્ષે કેનેડાથી અમેરિકામાં મોકલવામાં આવતા કુલ માલસામાનના આશરે પાંચ ટકા પર લાદવામાં આવવાનો હતો.