નવી દિલ્હીઃ ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે એક પ્રેરણા સમાન છે. પોતાના અંગત જીવનામાં ઘણાય પ્લસ-માઈનસ તેમણે જોયા છે. પહેલા સગાઈ તૂટી અને પછી શોએબ મલિક સાથે છૂટાછેડાની પીડા પણ ભોગવી છે. સાનિયા મિર્ઝાએ પોતાના કરિયરમાં વર્ષ 2010માં પોતાના હોમટાઉન હૈદારબાદમાં પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નજીવનમાં પણ ખુશીની મૌસમ કાયમ રહી નહીં. વર્ષ 2018માં તેણે પુત્ર ઈઝહાનને જન્મ આપ્યો પણ લગ્નના 14 વર્ષ બાદ વર્ષ 2024માં શોએબ મલિક સાથે છૂટાછેડા થતા સેપરેટ થઈ.
કોણ હતું જેની સાથે થઈ હતી સગાઈ?
જ્યારે આ વાત સામે આવી એ સમયે ખરેખર ફેન્સને ઝટકો લાગ્યો હતો. છૂટાછેડાના વાવડ સ્પોર્ટ્સ લોબી તથા સેલેબ્સમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. શોએબ મલિક પહેલા સાનિયા મિર્ઝાની એક સગાઈ તૂટી ગઈ હતી. તેણે પોતાના ખાસ મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. સ્કૂલના સમયથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. પણ લગ્નના છ મહિના પહેલા જ એમની સગાઈ તૂટી ગઈ હતી.
Reuters
આ સગાઈ તૂટ્યા બાદ એની મુલાકાત પાકિસ્તાનના ખેલાડી ક્રિકેટર શોએબ મલિક સાથે થઈ. બન્નેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ અને વર્ષ 2010માં ફરી લગ્ન કરી લીધા. પણ લગ્ન એક એવા મોડ પર આવીને તૂટ્યા જેની કલ્પના સાનિયાએ ક્યારેય કરી ન હતી.
શોએબે કોની સાથે સંસાર શરૂ કર્યો?
સાનિયા સાથે છૂટાછેડા બાદ શોએબે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. હવે સાનિયા એકલવાયું જીવન જીવી રહી છે અને પોતના પુત્રને ઉછેરી રહી છે. હાલ સાનિયા દુબઈમાં રહે છે અને પુત્ર પણ તેની સાથે રહે છે. એકલા હાથે તે દીકરાને ઉછેરી રહી છે અને તેના કરિયરમાં ભાગ લઈ રહી છે. મહેનત કરી રહી છે. એક્ટ્રેસ અર્ચના પૂરનસિંહે તાજેતરમાં તેના દુબઈમાં રહેલા ફ્લેટનો વીડિયો શૅર કર્યો હતો. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે કેમ યુટ્યુબ ચેનલ બનાવતી નથી, આના પર સાનિયાએ કહ્યું કે, હું વધારે પડતું કોઈ ટ્રાવેલ કરતી નથી, મહિનામાં માંડ 10 દિવસ ઈન્ડિયામાં રહું છું.હાલમાં સાનિયા પાસે એક કે બે નહીં પણ ત્રણ-ત્રણ બિઝનેસ છે.
Sania Mirza Tennis Academy
શું કરે છે સાનિયા આજે?
દુબઈ અને હૈદરાબાદમાં સાનિયા મિર્ઝા ટેનિસ એકેડેમી ચાલી રહી છે. પુત્રની સાથે તે પોતાની દીકરીની પણ સારસંભાળ લઈ રહી છે. દીકરો 7 વર્ષનો છે. તેના અભ્યાસમાં તેને તે મહેનત કરાવી રહી છે. દુબઈમાં તે પોતાની લેવિશ લાઈફસ્ટાઈલથી જીવન જીવી રહી છે. કરોડોની સંપત્તિની માલિક છે. એમની પાસે શાનદાર ઘર તો છે પણ સાથે સાથે એકથી એક ચડિયાતી ગાડીઓ પણ છે. દુબઈમાં તે ઘણીવાર વીકએન્ડ એન્જોય કરે છે.