મુંબઈઃ બોલિવૂડના કિંગ ખાન પોતાની નવી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. ફિલ્મ 'કિંગ'નું પોસ્ટર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ફેન્સ એ જાણવા માટે આતુર છે કે, આખરે આ ફિલ્મમાં શું હશે અને તેની સાથે કઈ એક્ટ્રેસને ચાન્સ મળશે. આ વર્ષના અંતમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ ફિલ્મને લઈને મેકર્સને ઘણી સારી આશા છે. ફેન્સને પણ એવી આશા છે કે, આ ફિલ્મ મનોરંજનની સાથે મેસેજ આપી જશે.
શાહરૂખ ખાન એસાઈમેન્ટ ખતમ કરશે
આ ફિલ્મથી કિંગ તેની દીકરી સુહાનાને ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરાવી રહ્યો છે. થોડા સમય પહેલા એવા વાવડ મળ્યા હતા કે, તે ટૂંક સમયમાં જ ફિલ્મનો અંતિમ શેડ્યુલ ખતમ કરી દેવામાં આવશે. એક નવા રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું અંતિમ તબક્કાનું શુટિંગ શરૂ થઈ ચૂક્યું છે, શાહરૂખ ખાન પણ શુટિંગ ખતમ કરવા માટે કામ કરી રહ્યો છે. લાસ્ટ શેડ્યુલમાં ગીતનું શુટિંગ થઈ રહ્યું હોવાના વાવડ સામે આવ્યા છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રો ત્યાં સુધી કહે છે કે, રિલીઝના સમયમાં ફેરફાર થઈ શકે છે. શુટિંગનો છેલ્લો તબક્કો ફરી શેડ્યુલ થયો છે. જેમાં એક ગીતનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. આ શેડ્યુલને મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે, આ ફિલ્મ પ્રોડક્શન તથા કેમ્પેઈન મોડ પર પહેલા કામ થશે. આ પછી તૈયારીઓ બીજી શરૂ થશે. અંતિમ શેડ્યુલમાં કિંગ ખાન ઘણા એસાઈમેન્ટ પર કામ ખતમ કરી શકે છે.
#KING is Ready to ROAR on 24.12.2026 in Cinemas#ItsKingTime#KingDateAnnouncement pic.twitter.com/a60zM0pc1s
— Shah Rukh Khan (@iamsrk) January 24, 2026
ફિલ્મમાં કંઈક એવું સરપ્રાઈઝ હશે
આ મહિનાના અંત સુધીમાં ફિલ્મનો છેલ્લો શુટિંગ શેડ્યુલ ખતમ થઈ જશે.VFXનું કામ ખતમ થઈ ચૂક્યું છે. આ સિવાય કેટલાક સાઉન્ડટ્રેક પણ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મમાં કોઈ મોટી સરપ્રાઈઝ હોઈ શકે છે. આ જ કારણે મેકર્સે કેટલીક જાણકારીને ઈરાદાપૂર્વક છુપાવી રાખી છે. આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' પછીની બીજી મોટી ફિલ્મ બની રહેશે. આ ફિલ્મના પ્રોડ્ક્શન સાથે જોડાયેલા કામ પર હાલમાં કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મની થીમ શું છે અને વાર્તા કેવી રહેશે એના પર હાલમાં સૌની નજર છે. ટિઝર સામે આવ્યા બાદ વધારે ખ્યાલ આવશે અને ફિલ્મનું ટ્રેલર પણ આગામી ત્રણેક મહિનામાં રિલીઝ કરી દેવામાં આવશે. ખૂબ મોટા બજેટ સાથે આ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે. મેકર્સને એવી આશા છે કે, આ ફિલ્મ વર્ષના અંતે આવશે પણ કરોડોની કમાણી કરાવી જશે. આ માટે અત્યારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પછી સ્ક્રિનને લઈને ચર્ચાઓ શરૂ થશે.