Fri Aug 21 2026

Logo

'ગંગા જળ સંધિ' રિન્યૂઅલ પૂર્વે બાંગ્લાદેશનું કડક વલણ: ગેરંટી ક્લોઝ અને આંતરરાષ્ટ્રીય મંચ પર મુદ્દો ઉઠાવવાની ચીમકી

2026-08-19 18:13:42
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ગંગા નદીના પાણી મુદ્દે બંને દેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શખે છે. 1996માં થયેલી ગંગા સંધિ-સમજૂતી ડિસેમ્બર, 2026માં પૂરી થવાની છે. આ સમજૂતીમાં રિન્યૂઅલ પૂર્વે બાંગ્લાદેશએ નવી સમજૂતી મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

બાંગ્લાદેશએ જણાવ્યું છે કે આ નવી સંધિમાં એક એવી ગેરન્ટી ક્લોઝની માગણી કરવામાં આવશે. ગેરન્ટી ક્લોઝનો અર્થ થાય છે કે દુકાળના સંજોગોમાં પણ બાંગ્લાદેશને પાણી પુરવઠો પહોંચાડવામાં આવે અને આ મુદ્દે જરુરિયાત ઊભી થઈ તો બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એને ઉઠાવવા માટે તૈયાર છે.

બાંગ્લાદેશના જળ સંસાધન પ્રધાન શાહિદુદ્દીન ચૌધરી અનીએ ઢાકામાં ગંગા જળ સંધિ રિનેગોશિયેશન મુદ્દે આયોજિત એક સેમિનારમાં મહત્ત્વની વાત જણાવી હતી. આ કાર્યક્રમ બાંગ્લાદેશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લો એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કરાર આખા વર્ષના પાણીની વહેંચણીનો નથી
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 12 ડિસેમ્બર, 1996માં ગંગા વોટર્સ શેરિંગ ટ્રીટી કરવામાં આવી હતી. આ સંધિમાં તત્કાલીન વડા પ્રધાન એચડી દેવગૌડા અને બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાએ સાઈન કર્યાં હતા. આ સમજૂતી 30 વર્ષ માટે કરવામાં આવી હતી, જે ડિસેમ્બર 2026માં સમાપ્ત થાય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સૂકી અથવા ઓછાં પાણીવાળી ઋતુમાં ફરક્કા પર ઉપલબ્ધ ગંગાના પાણીને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેંચવાનો છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ કરાર આખા વર્ષના પાણીની વહેંચણીનો નથી, પરંતુ મુખ્યત્વે 1 જાન્યુઆરીથી 31 મેના 'લીન સીઝન' (ઓછા પાણીના સમયગાળા) માટેનો છે.

બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા તરીકે ઓળખાય છે
આ સમજૂતી અંતર્ગત મહત્ત્વની વાત કરીએ તો ગંગા નદી ઉત્તરાખંડથી નીકળીને ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને વહે છે, જે પશ્ચિમ બંગાળના ફરક્કા બેરેજ પછી ગંગા નદી બે ભાગમાં વહેંચાય છે. એક ભાગ ભાગીરથી-હુગલીના નામથી દક્ષિણ દિશામાં જાય છે અને કોલકાતા પસાર થતા બંગાળની ખાડીમાં જાય છે. બીજી ધારા પૂર્વ દિશામાં જાય છે અને બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બાંગ્લાદેશમાં આ ભાગ યા ધારાને પદ્મા કહેવાય છે. એટલે બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા નદીથી ઓળખવામાં આવે છે.

ભારત પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં 
ગેરેન્ટ ક્લોઝના નામે ભારત પણ દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 1996માં કરવામાં આવેલી ગંગા વોટર્સ શેરિંગ ટ્રીટી ડિસેમ્બરમાં પૂરી થશે, પરંતુ હવે બાંગ્લાદેશ ઈચ્છે છે કે નવી સંધિમાં પાણીની વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા મળે. બાંગ્લાદેશના અધિકારીઓની દલીલ એવી છે કે જે સમયગાળા દરમિયાન હાઈડ્રોલોજિકલ આંકડા અને પરિસ્થિતિઓને આધારે બનાવ્યા હતા, પરંતુ આજે સ્થિતિ તદ્ન અલગ છે. જળવાયુ પરિવર્તન, અનિયમિત વરસાદ અને દુકાળને કારણે નદીના પાણીના પ્રવાહમાં અનિશ્ચિતતાનો વધારો થયો છે. બાંગ્લાદેશ સરકાર ઢાકા સમજૂતી કરવા તૈયાર છે તેમ જ આગામી મહિના દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ પીએમ તારિક રહમાન બાંગ્લાદેશનો પક્ષ પણ મજબૂતાઈપૂર્વક રાખશે, એમ અનીએ જણાવ્યું હતું.