(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં બે ડૉલરનો ઉછાળો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 39 રિંગિટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં 10 કિલોદીઠ સોયા રિફાઈન્ડમાં રૂ. 10 અને આરબીડી પામોલિનમાં રૂ. પાંચ વધી આવ્યા હતા, જ્યારે દેશી તેલમાં નિરસ માગે સિંગતેલમાં રૂ. 10નો અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના ઑગસ્ટ ડિલિવરી ધોરણે આરબીડી પામોલિનના રૂ. 1475 અને સન રિફાઈન્ડના રૂ. 1785 તથા સપ્ટેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1475, પતંજલિ ફૂડ્સના સપ્ટેમ્બર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1457 અને ઑક્ટોબર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1750, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1465, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1470, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1495, સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર અને ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1470 અને સન રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1745, જી-વનના સોયા રિફાઈન્ડના રૂ. 1445 અને રિલાયન્સ રિટેલના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1475 અને સન રિફાઈન્ડના સપ્ટેમ્બર અને ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1770 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો છૂટાછવાયા હતા.
આજે ગોંડલ મથકે 2500 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 600 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં થયા હતા. જોકે, ગોંડલ ખાતે આજે 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1700થી 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1630થી 1640 અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1680થી 1685ના મથાળે રહ્યા હતા. રાજકોટ મથકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2730માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1725માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે 40,000 ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 6250થી 6400માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 6500થી 6600માં થયા હતા.
આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1495, સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1765, સિંગતેલના રૂ. 1760, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1705 અને સરસવના રૂ. 1770ના મથાળે રહ્યા હતા.