Thu Aug 20 2026

Logo

Kangana Ranaut vs Baba Ramdev: કંગનાએ બાબા રામદેવ પર સાધ્યું નિશાન, કહ્યું- ‘મારી જવાનીના સપના ન જુઓ’

2026-08-19 17:36:43
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ એક સમયે બાબા રામદેવ પોતાના યોગના કારણે જાણીતા હતા હવે પોતના નિવેદનને કારણે રાજકીય લોબીમાં ચર્ચામાં છે. યોગ ગુરુ બાબા રામદેવની ક્લાસ સાંસદ કંગના રણૌતે લઈ લીધા છે. ગટરવાળા નિવેદન પર વાત કરતા કંગના રણૌતે પોતાની વાત શૅર કરી છે. કંગનાએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે બાબા મેરી જવાની કે બારે મેં સપને મત દેખો. એટલે બાબા રામદેવજી મારી જુવાની કે બેડરૂમ અંગે દિવસમાં પણ સપનું જોશો નહીં. 

મૂળ મુદ્દો એ હતો કે, કંગનાના ગટરવાળા નિવેદન પર રામદેવ બાબાએ વાત કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે, એનું બાળપણ કેવુ રહ્યું, જવાની કેવી રહી, પહેલાના કારનામા કેવા રહ્યા એ અંગે હું કોઈ વાતચીત કરવા માગતો નથી. હવે વાતચીત ન કરવાની વાતને લઈને કંગના અને બાબા રામદેવ વચ્ચે હવે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ છે. 

કંગનાએ ટોન્ટ માર્યો

કંગનાએ બાબા રામદેવના નિવેદન પર ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરીને જવાબ આપ્યો છે. કંગના એ લખ્યું કે, બાબાજી, મારી જુવાની કે બેડરૂમ અંગે તમે દિવસના સમયે પણ સપના ન જોવો. કોઈ અફવા અને ગોસિપના આધારે માત્ર અંદાજો લગાવી શકે છે. કમ સે કમ મને ક્યારેક સુપ્રીમ કોર્ટ તરફથી ખોટા મેડિકલ દાવો માટે કોઈ દિવસ ઠપકો પણ મળ્યો નથી. મને મહેરબાની કરીને કેરેક્ટરની શિખામણ ન આપો. આમ કહીને તેણે બાબા રામદેવ બાબાને ટોણો મારી દીધો હતો. 

કંગનાએ કહ્યું કે, તમારી વાત કરતા મારૂ કેરેક્ટર વધુ શ્રેષ્ઠ છે. આ એ સમયની વાત છે જ્યારે કંગનાએ જંતરમંતર પર 'જેન ઝી'એ કરેલા આંદોલન મુદ્દં કંગનાએ ગટરછાપ વાળું નિવેદન આપ્યું હતું. આ વિષય પર બાબા રામદેવે કહ્યું હતું કે, જેન-ઝીને ગટર કહેવી એ બગડી ગયેલા દિમાગની નિશાની છે. આ બિલકુલ ખોટી વાત છે અને અયોગ્ય વાત છે. ખરેખર તો આવું ન થવું જોઈએ. પાર્ટીએ આવા લોકો સામે વાંધો ઊઠાવવો જોઈએ.આજે યુવાવર્ગ એક મોટી તાકાત સમાન છે. એને કોઈ નકારી શકે એમ નથી. 

ભરતીની વાતને લઈ શું બોલ્યા બાબા?

એ વાત સાચી છે કે યુવાનોમાં નકારાત્મક તત્ત્વ છે.એને દેશ ક્યારેય સ્વીકારતો નથી. પણ યુવાનોના હકની વાત પર અવાજ ઊઠાવનારાને કોઈ મહોરૂ ન પહેરાવી શકાય. આ એક અવાજ છે અને તેનો પડઘો પણ પડ્યો છે. યુવાવર્ગ ભારતના વર્તમાન અને ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આવું પહેલીવાર નથી થયું. બાબા રામદેવે અગાઉ પણ કેટલાક વિવાદીત નિવેદન આપ્યા છે. 

આ પહેલા તેમણે કહ્યું હતું કે, દેશમાં ચારેય બાજુ વિરોધ પ્રદર્શન ચાલે છે. વિરોધનો માહોલ છે. દેશમાં કંઈક તો એવું છે જેમાં યોગ્ય થઈ રહ્યું નથી. તેમણે એવું પણ કહ્યું કે, સરકારી નોકરીમાં ભરપૂર ભ્રષ્ટાચાર થાય છે. જાહેરાત મોટી થાય છે એમ ભ્રષ્ટાચાર પણ મોટો થાય છે. આ સિસ્ટમને સુધારવામાં નહીં આવે તો ફરી કોઈ મોટું આંદોલન થઈ શકે છે.