Fri May 22 2026

Logo

પાકિસ્તાનમાં આતંકીઓનો કાળ બન્યા 'અજ્ઞાત હુમલાખોરો', જુઓ માર્યા ગયેલા આતંકવાદીઓની યાદી

2026-05-21 19:30:22
Author: Vimal Prajapati
Article Image

પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન સહિત હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના અનેક નજીકના સાથીઓ પાકિસ્તાનમાં ઠાર

નવી દિલ્હી/મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનની ધરતી પર આશ્રય લઈ રહેલા ભારતના દુશ્મનો પર 'અજ્ઞાત હુમલાખોરો'નો કહેર યથાવત છે. વર્ષ 2019ના ભયાનક પુલવામા આત્મઘાતી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકી હમઝા બુરહાનની PoK (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર)માં અંધાધૂંધ ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી પાકિસ્તાની સુરક્ષા એજન્સી અને ત્યાં છુપાયેલા આતંકી આકાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હજી પણ પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા આતંકીઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે.

કોણ હતો હમઝા બુરહાન ઉર્ફે અર્જુમંદ ગુલઝાર ડાર?
ભારત સરકાર દ્વારા વર્ષ 2022માં આતંકવાદી જાહેર કરાયેલો હમઝા બુરહાન ખુંખાર આતંકી સંગઠન 'અલ બદાર' સાથે સંકળાયેલો હતો. તેનું અસલી નામ અર્જુમંદ ગુલઝાર ડાર હતું. વર્ષ 2019 માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા CRPFના કાફલા પરના આત્મઘાતી હુમલાના કાવતરામાં તેની મુખ્ય ભૂમિકા હતી, જેમાં ભારતના 40 જવાન શહીદ થયા હતા. પીઓકેના મુઝફ્ફરાબાદમાં બાઇક સવાર અજ્ઞાત હુમલાખોરોએ તેને ગોળીઓથી વીંધી નાખ્યો હતો.

હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નજીકના સાથીઓ ઠાર
છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડરોને વીણી-વીણીને નિશાન બનાવવામાં આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંથી એક અમીર હમઝા પર લાહોરમાં બાઇક સવાર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ અને જૈશના ઓપરેશન હેડ મોહમ્મદ તાહિર અનવરનું પણ ગયા મહિને રહસ્યમય સંજોગોમાં મોત થયું છે.

આ સાથે વધારે વિગતે વાત કરવામાં આવે તો, મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના અત્યંત નજીકના સાથી અને રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના આરોપીને ઝેલમ (અબુ કતલ ઉર્ફે કતલ સિંધી) સિંધમાં ઠાર કરાયો હતો. તે પછી વર્ષ 2016 ના પઠાનકોટ એરબેઝ હુમલાના મુખ્ય સુત્રધાર શાહિદ લતીફને સિયાલકોટની એક મસ્જિદમાં અજ્ઞાત બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો હતો.

પાકિસ્તાનમાં 6 કુખ્યાત આતંકીઓ માર્યા ગયા 
ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ સાથે જોડાયેલો લખબીર સિંહ ઉર્ફે રોડેનું ડિસેમ્બર 2023માં લાહોર (પાકિસ્તાન)માં હાર્ટ એટેકથી મોત થયું હતું. 6 મે 2023ના ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ ચીફ પરમજીત સિંહ ઉર્ફે પંજવડની લાહોરમાં મોર્નિંગ વોક દરમિયાન અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હતી કરી દીધી હતી. 18 જૂન 2023ના ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની સરે (કેનેડા)ના ગુરુદ્વારા પાર્કિંગમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. 

ઓક્ટોબર 2023માં પઠાનકોટ હુમલાના માસ્ટરમાઇન્ડના શાહિદ લતીફ ઉર્ફે છોટા શાહિદને સિયાલકોટ (પાકિસ્તાન)ની મસ્જિદમાં અજ્ઞાત લોકોએ ઠાર કર્યો હતો. પુલવામા હુમલાના કાવતરાખોર અર્જુમંદ ગુલઝાર ડાર (હમઝા બુરહાન)ની મુઝફ્ફરાબાદ (PoK)માં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીઓ વિંધી નાખ્યો હતો. ફેબ્રુઆરી 2023માં હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડોના ઇમ્તિયાઝ આલમની રાવલપિંડીમાં દુકાનની બહાર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.