Fri May 22 2026

Logo

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ સ્પષ્ટ કહ્યું, સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો ઈરાનમાં જ રહેશે

Tehran   2026-05-21 22:10:07
Author: Chandrakant Kanoja
Article Image

Iran Supreme Leader Mojtaba Khamenei & US President Donald Trump


તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો વધુ જટિલ બનવાના સંકેત મળી રહ્યા છે. જેમાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ આદેશ આપ્યો છે કે સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો ઈરાનમાં જ રહેવો જોઇએ. તેમજ મોજતબા ખામેનીએ ડોનાલ્ડ ટ્રમ્પની શરત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ઈરાને કડક વલણ અપનાવ્યું   

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ મોજતબા ખામેનીના આદેશ સાથે જ  ઈરાન સામે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન અમેરિકાની મુખ્ય માંગણીઓમાની એક અને ઈરાને કડક વલણ અપનાવ્યું છે. 

સમૃદ્ધ યુરેનિયમ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ખાતરી આપી હતી

ઇઝરાયલના  અધિકારીઓએ જણાવ્યું છે કે અમેરિકાના  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ખાતરી આપી હતી કે કોઈપણ શાંતિ કરારમાં ઇરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડારને દેશમાંથી દૂર કરવાનો સમાવેશ થશે. હવે, ઇરાનના સુપ્રીમ લીડર  મોજતબા ખામેનીએ એક નિર્દેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશના શસ્ત્રો-ગ્રેડ યુરેનિયમને વિદેશ મોકલવામાં આવશે નહીં. આ શાંતિ વાટાઘાટો દરમિયાન અમેરિકા દ્વારા રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાંની એક છે.