કેલિફોર્નિયાઃ દેશ અને દુનિયામાં વધી રહેલા એઆઈ કોન્ટેટને કારણે અનેકવાર મોટી મુંઝવણ ઊભી થઈ છે. ખાસ કરીને ઓડિયો-વીડિયો પ્લેટફોર્મ અને ફોટો-વીડિયોમાં ફર્કને ઓળખવો મુશ્કેલ બન્યો છે. એઆઈથઈ જનરેટ થતા ફેક કોન્ટેટને લઈને ગૂગલ કંપનીએ એક મોટું અને મહત્ત્વનું પગલું લીધું છે. સિન્થઆઈડી (SynthID) ટેક્નોલોજીનો ગૂગલે ઉપયોગ કર્યો છે. આ એક નરી આંખે પણ ન દેખાતો એવો વોટરમાર્ક છે જે એઆઈ દ્વારા બનાવેલા અથવા એઆઈ ટુલ્સથી એડિટ થયેલા કોન્ટેટમાં છૂપાયેલો હોય છે. આ સિન્થ ટેક્નોલોજીને દુનિયાના લાખો-કરોડો લોકો સુધી પહોંચાડવાનો નિર્ણય ગૂગલ કંપનીએ કર્યો છે.
સુંદર પિચાઈએ કરી મહત્ત્વની વાત
ગૂગલ કંપનીએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ નવું ફિચર માત્ર જેમીની એપ્લિકેશન પૂરતું જ મર્યાદિત નથી.કંપની આને ટૂંક સમયમાં જ સર્ચ પ્લેટફોર્મ અને ક્રોમ બ્રાઉઝરમાં પણ સેટ કરવામાં આવશે. ગૂગલના CEO સુંદર પિચાઈએ કેલિફોર્નિયામાં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન આ અપડેટ વિશે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ઈન્ટરનેટ પર ઝડપથી વધી રહેલા એઆઈ કોન્ટેટના યુગમાં પારદર્શિતા બનાવી રાખવી અનિવાર્ય છે. SynthID ટેક્નોલોજી પહેલીવાર વર્ષ 2023માં રજૂ કરવામાં આવી હતી. આ ટેક્નોલોજીની મદદથી કોઈ પણ એઆઈ કોન્ટેટને ઓળખવું સરળ બની જશે.આ ટેકનિકનો હેતુ જનરેટીવ એઆઈના યુગમાં ભરોસો અને પારદર્શિતા ટકાવી રાખવાનો છે. આ ટુલ્સની મદદથી યુઝર્સ સરળતાથી ઓળખી શકશે કે કોઈ ફોટો,વીડિયો કે ઓડિયો અસલી છે કે એઆઈની ઉપજ છે.

અન્ય કંપનીઓ પણ સાથે આવી
ગૂગલના રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ પરની જુદી જુદી ઓડિયો વીડિયો ફાઈલને સ્કેન કરીને કંપની 100 અબજથી વધારે કોન્ટેટ પર વોટરમાર્ક લગાવી ચૂકી છે. કંપની એવું માને છે કે, આવનારા સમયમાં એઆઈ કોન્ટેટને ઓળખવા માટે આ ટેકનિક એક સ્ટાન્ડર્ડ બની શકે છે.માત્ર એક કંપનીના સ્તર પર આ ટેકનિકનો ઉપયોગ પૂરતો નથી, આને અસરકારક બનાવવા માટે બીજી એઆઈ કંપનીઓએ પણ સાથે આવવું જરૂરી છે.OpenAI, Kakao અને ElevenLabs જેવી કંપનીઓ હજુ સુધી આ ફીચરને સ્વીકારવા માટે તૈયાર થઈ છે.