Wed Jun 24 2026

Logo

બોની કપૂરની લાડલી અંશુલા કપૂર ટૂંક સમયમાં લેશે સાત ફેરા, માતાની ચોકીમાં થનારા પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી

2026-06-24 18:01:58
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: બોલીવુડમાં આજકાલ લગ્નની મોસમ જામી રહી છે, જેમાં વધુ એક સેલિબ્રિટીઝ પરિવારનું નામ ઉમેરાયું છે. બોની કપૂરની લાડલી દીકરી અંશુલા કપૂર લગ્ન કરવા જઈ રહી છે. અંશુલા હવે રોહન ઠક્કર સાથે લગ્ન કરીને પોતાના જીવનના એક નવી સફરની શરૂઆત કરશે. લગ્નની રસમો શરૂ કરતા પહેલા કપૂર પરિવારે માતાની ચોકી રાખી હતી. માતાની ચોકીમાં અંશુલા થનારાં પતિ સાથે ડાન્સ કરતા જોવા મળી હતી. 

કપૂર પરિવારના સભ્યો પણ અંશુલાની ખુશીઓમાં ઝુમતા જોવા મળ્યા હતા, જેમાં અંશુલા પણ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયો જોવા મળ્યો હતો. જોકે, બોની કપૂર માટે દીકરીની વિદાય વસમી થશે. માતાની ચોકી પર તેમની ઈમોશનલ સાઈડ જોવા મળી હતી. તાજેતરમાં જ અંશુલાએ માતાની ચોકીનો નવો વિડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે રોહન સાથે રોમેન્ટિક પળો માણતી દેખાય છે. 

Anshula Kapoor And Rohan Thakkar's Wedding Celebrations

રોમેન્ટિક બન્યા અંશુલા-રોહન 
અંશુલા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને રોહન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. કપલ એકબીજાના હાથ પકડીને ચાલતા નજરે પડે છે. વિડિયોમાં રોહનનો રોમાંચક અંદાજ જોવા મળે છે, જેમાં તે પોતાની થનારી પત્ની પર પ્રેમ લૂંટાવતો હતો, જ્યારે તેના માથા અને ગાલ પર કિસ પણ કરી હતી. અંશુલાના ચહેરા પરની ખુશી વ્યક્ત કરે છે કે તે તેના હમસફર સાથે ઘણી ખુશ છે અને આવનાર પળોમાં પણ આ ખુશી બરકરાર રહેશે.

અંશુલાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'બસ, જિંદગીભર આ જ જોઈએ છે.'  આ પોસ્ટમાં તેણે રોહન ઠક્કરને પણ ટેગ કર્યો હતો. અંશુલાના આ વીડિયો પર ચાહકોએ ખૂબ પ્રેમ લૂટાવ્યો હતો. ફેન્સનું કહેવું છે કે બંને એકબીજા માટે જ બન્યા છે. ઘણા ચાહકોએ તો નજરનું ઈમોજી પોસ્ટ કરીને કપલની નજર ઉતારી હતી.

Anshula Kapoor And Rohan Thakkar's Wedding Celebrations

ઉલ્લેખનીય છે કે હજી અંશુલા અને રોહનના લગ્નની તારીખની ઓફિશિયલ ડેટ જાહેર થઈ નથી. ફેન્સ બંનેને પતિ-પત્ની બનતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહન એક સ્ક્રીન ડિઝાઈનર છે. રોહને બોલીવુડની ફિલ્મોમાં કામ નથી કર્યું, પણ તે અમુક ભાષાઓમાં સ્ક્રીન રાઇટર તરીકેના પ્રોજેક્ટ કરી ચુક્યો છે. રોહને કેટલીક શોર્ટ ફિલ્મો પણ લખી છે. મળતી વિગતો પ્રમાણે, રોહને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ફિલ્મ એન્ડ ટીવી ડેવલપમેન્ટનો અભ્યાસ કર્યો છે. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ પર થઈ હતી.