મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બીજી વખત માતા બની રહી છે. ફિલ્મો અને બીજા પ્રોજેક્ટથી દૂર રહીને તે પોતાની કેર કરી રહી છે અને આવનારા સંતાનનું પણ ધ્યાન રાખી રહી છે. તાજેતરમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીની નજર પડતા ફોટોગ્રાફર્સે એને ધીમેધીમે ચાલવાની સલાહ આપી હતી. પોતાની અંગત જિંદગીના કારણે કેટલાક સમયથી ચર્ચામાં રહેલી એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આનો વિડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે.
બીજીવાર માતા બની દીપિકા
દીકરીના દુઆના જન્મ બાદ દીપિકા અને રણવીરસિંહ ફરીવાર માતા-પિતા બની રહ્યા છે. તાજેતરમાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો દીપિકા પાસે બોલિવૂડના કેટલાક પ્રોજેક્ટ છે. હવે તે શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. 'પઠાણ' પછી આ શાહરૂખ ખાન સાથેની આ બીજી ફિલ્મ છે.
આ સિવાય 'રાકા' ફિલ્મમાં પણ તેનો એક અલગ અવતાર જોવા મળશે, જેમાં તે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે સ્ક્રિન શૅર કરી રહી છે. 19 એપ્રિલ 2026ના રોજ દીપિકા અને રણવીર સિંહે પોતાને ત્યાં નવું બાળ મહેમાન આવી રહ્યું છે એવી જાણકારી દિલને સ્પર્શી જાય એવા અંદાજમાં આપી હતી. દીપિકાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં દુઆના હાથમાં પ્રેગ્નેન્સી કિટ જોઈ શકાય છે. જેના પર પોઝિટિવ રીઝલ્ટ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
અલગ અદાજમાં કર્યું એનાઉસમેન્ટ
એક યુનિક અંદાજમાં એનાઉસમેન્ટ કરીને તેણે ફેન્સને આ જાણકારી આપી હતી. આ પોસ્ટ પર અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવીને કોમેન્ટ બોક્સ ફૂલ કરી દીધું હતું. એરપોર્ટના એક્ઝિટ ગેટમાંથી બાહર નીકળી વખતે દીપિકા જોવા મળી હતી. એનો એક ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફરે પડાપડી કરી હતી. પાપારાઝીએ એની તબિયત પણ પૂછી હતી.
પાપારાઝીએ એક રીસપેક્ટ સાથે કહ્યું કે, ધીમે ધીમે ચાલજો. પાપારાઝીનો આવો અંદાજ,કેરિંગ સ્વભાવ જોઈને તે પોતાની સ્માઈલને રોકી શકી ન હતી. કેમેરા સામે સ્માઈલ પણ આપી અને થોડી શરમાઈ પણ ગઈ હતી. પોતાના ફેન્સને ખુશ કરવા માટે થોડો સમય આપીને કેમેરા સામે પોઝ આપ્યો અને ફેન સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. એના મેટરનીટી લૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ઘર તરફ રવાન થઈ ગઈ
એક્ટ્રેસે જાણીતા ડીઝાઈનર સબ્યસાચીના 2021ના ક્લેક્શનના લીલા રંગનો ફ્લોરલ કુર્તો પહેર્યો હતો. ખૂબ જ સિંમ્પલ અંદાજમાં તે જોવા મળી હતી. હેવી જ્વેલરીના બદલે ખૂબ જ ઓછી એસેસરી પહેરી હતી.એના લૂકની જે વસ્તુએ એનો અંદાજ અલગ કર્યો એ તેની લક્ઝરી અને શાનદાર બેગ હતી. આ બેગથી એના લૂકમાં ચારચાંદ લાગી ગયા હતા. એરપોર્ટ પર આવેલી એક્ટ્રેસે સુરક્ષાનો ખ્યાલ રાખીને એને અલગથી રસ્તો કરી દીધો હતો. આ માહોલ વચ્ચે માત્ર થોડી ક્ષણ માટે જ પાપારાઝી અને દીપિકા વચ્ચે વાતચીત થઈ હતી. આ પછી તે કારમાં બેસીને પોતાના ઘર તરફ જવા માટે રવાના થઈ ગઈ હતી.