Thu Jun 25 2026

Logo

વેનેઝુએલામાં ગગનચુંબી ઈમારતો ધરાશાયી થતાં મૃત્યુઆંક 1 લાખને પાર થઈ શકે.........

2026-06-25 09:32:00
Author: Vimal Prajapati
Article Image

કારાકાસઃ વેનેઝુએલામાં ભારતીય સમય પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે 3.34 કલાકે આવેલા ભૂકંપના બે આંચકામાં મૃત્યુઆંક 1 લાખ પહોંચી શકે છે. પ્રાથમિક રીતે લગભગ 15 લાખ લોકોના મોતનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે પણ ભૂકંપે વેરેલી તબાહીની વિગતો બહાર આવતાં મૃત્યુ આંક હજુ વધશે એ સ્પષ્ટ છે. 

યુએસ જીઓલોજિકલ સર્વેએ દાવો કર્યો છે કે, આ ભૂકંપમાં મોટી જાનહાનિ થઈ શકે છે. એજન્સીએ જણાવ્યું છે કે, આ ભૂકંપમાં 10,000થી વધુ લોકોનાં મોત થયાં હોવાની સંભાવના  44 ટકા છે જ્યારે 1 લાખથી વધુ લોકોના મોતની સંભાવના 30 ટકા છે. 
 

નિષ્ણાતોના મતે, બીજી સંભાવના સાચી પડે એવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે કેમ કે ધીરે ધીરે ભૂકંપની વિનાશકતાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ વિગતો પ્રમાણે, સેંકડો ઈમારતો ધરાશાયી થઈ છે અને હજારો લોકો કાટમાળમાં દટાયેલા છે. ભૂકંપ કારાકાસના પોશ મનાતા વિસ્તારોમાં આવ્યો હતો કે જ્યાં મોટા પ્રમાણમાં ઓફિસો આવેલી છે તેથી મૃત્યુઆંક મોટો હોઈ શકે છે. 

યુએસજીએસનું કહેવું છે કે, ભૂકંપના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન તો થયું જ છે પણ હજુ આફ્ટરશોકની પણ સંભાવના છે. તેના કારણે માંડ માંડ ટકી રહેલી ઘણી ઈમારતો ધરાશાયી થઈ જશે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના દાવા પ્રમાણે,  ભૂકંપના બે આંચકાના કારણે મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ છે