નવી દિલ્હીઃ ભારત સહિત કેટલાક દેશોએ 2036ની ઑલિમ્પિક ગેમ્સ (Olympic Games) યોજવા માટે જે અરજી કરી છે એ વિશે અંતિમ નિર્ણય 2029ના વર્ષની મધ્યમાં લેવામાં આવશે. એ જોતાં ભારતે હજી ત્રણ વર્ષ સુધી રાહ જેવી પડશે.
ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC)એ યજમાન દેશ નક્કી કરવા માટેની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. એમાં વ્યૂહાત્મક સંવાદના તબક્કાનો ઉમેરો કર્યો છે.
નવી પદ્ધતિ હેઠળ આઇઓસીને અન્ય કેટલીક જરૂરિયાતો ઉપરાંત અમુક પ્રકારની મુખ્ય આર્થિક બાંયધરી પણ આપવી પડશે. તેમણે ખર્ચમાં અંકુશને લગતા માપદંડને અપનાવવો પડશે તેમ જ પ્રકલ્પોની પૂર્ણતા બાબતમાં સ્પષ્ટપણે સમયપત્રક રજૂ કરવું પડશે.
2030માં અમદાવાદમાં કૉમનવેલ્થ યોજવામાં આવશે. એ પછી હવે ઑલિમ્પિક્સ પણ યોજવા ઉત્સુક ભારત સરકાર 2024માં જ અરજી કર્યા બાદ આઇઓસી સાથે સતત સંપર્કમાં છે.