Thu Jun 25 2026

Logo

દુનિયાના 36 દેશમાંથી લોકોને ટ્રમ્પ પરથી ભરોસો ઘટ્યો, ભારતમાંથી કેટલી ટકાવારી મળી અમેરિકી રાષ્ટ્રપતિને?

Washington dc   2026-06-24 22:54:56
Author: mumbai samachar team
Article Image

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની કથની અને કરણીમાં ઘણો ફરક છે. વૈશ્વિક કક્ષા અનેકવાર એમની છબી ખરડાઈ ગઈ છે. હવે તાજેરમાં આવેલા રિપોર્ટમાંથી એ વાત સામે આવી છે કે, 36 રાષ્ટ્ર એવા છે જેનો ભરોસો ટ્રમ્પ પરથી ઘટી ગયો છે. પ્યુ રિસર્ચ સેન્ટરના વસંત 2026 ગ્લોબલ એટીટ્યુડ સર્વે અનુસાર, 36 દેશોના સરેરાશ માત્ર 23% લોકોએ વૈશ્વિક બાબતો અંગે યોગ્ય નિર્ણયો લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેનાથી વિપરીત, 76% લોકોએ જણાવ્યું હતું કે એમના નેતૃત્વ ક્ષમતાઓમાં વિશ્વાસનો અભાવ છે. 

ક્યાં દેશે કર્યું સમર્થન?, કોણે કર્યો વિરોધ?
સર્વેમાં જાણવા મળ્યું છે કે ટ્રમ્પને ફિલિપાઇન્સ, ઇઝરાયલ, નાઇજીરીયા, કેન્યા અને ઘાના જેવા દેશોમાં પ્રમાણમાં સારો ટેકો મળ્યો હતો, જ્યારે તુર્કી, વેસ્ટ બેંક, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, જર્મની અને સ્વીડન જેવા દેશોમાં તેમની લોકપ્રિયતા અત્યંત ઓછી હતી. ભારતમાં પણ, ફક્ત 39% લોકોએ ટ્રમ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે 36% લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમને તેમનામાં વિશ્વાસ નથી.ભારત એવા પસંદગીના દેશોમાંથી એક હતો જ્યાં એક હદ સુધી ટ્રમ્પને અમુક ટેકો મળ્યો હતો, જોકે આ ટેકો મર્યાદિત રહ્યો. 39% ભારતીયોએ ટ્રમ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એવું સર્વેમાં જાણવા મળ્યું, જ્યારે 36% લોકોએ કહ્યું હતું કે તેમને તેમના ખુદમાં વિશ્વાસનો અભાવ છે. ટેરિફ નીતિ અંગે, ભારતમાં ફક્ત 18% લોકોએ ટ્રમ્પના નિર્ણયોને ટેકો આપ્યો હતો. આ સૂચવે છે કે ભારતમાં પણ યુએસ નીતિઓ પ્રત્યે મિશ્ર પ્રતિક્રિયાઓ સ્પષ્ટ છે.

AP

આ કારણે છબી ખરડાઈ
જોકે, આવું પહેલીવાર બન્યું નથી. આ પહેલા પણ જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો અને સમગ્ર એશિયા સહિતના ખંડમાં સપ્લાઈ ચેઈને ખોરવાઈ ગઈ હતી એ સમયે પણ ટ્રમ્પની છબી ખરાબ રીતે ખરડાઈ ગઈ હતી. આ સર્વેમાં ટ્રમ્પની વિદેશ નીતિના આઠ મુખ્ય પાસાઓ પર અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. 74% સર્વેમાં ભાગ લેનારાઓએ ઈરાન અંગેની તેમની નીતિને નકારી કાઢી હતી, જ્યારે 76% લોકોએ ગાઝા સંઘર્ષ પરના તેમના વલણ સાથે અસંમતિ વ્યક્ત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે 72% લોકોએ અને ટેરિફ નીતિ અંગે 77% લોકોએ ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ કર્યો હતો.હ્યુમન હેલ્પ એકમાત્ર મુદ્દો હતો જ્યાં તેમને પ્રમાણમાં સારો ટેકો મળ્યો હતો, છતાં ત્યાં પણ, 56% લોકો અસંતુષ્ટ રહ્યા. 

ટકાવારીથી સર્વેની સમજૂતી
ભારત સહિત અનેક મુખ્ય વેપારી ભાગીદાર દેશોમાં યુએસ ટેરિફ નીતિને નકારાત્મક રીતે જોવામાં આવી હતી.સર્વેમાં ફક્ત 32% લોકોએ સ્વીકાર્યું કે, વિદેશ નીતિ બનાવતી વખતે અમેરિકા અન્ય રાષ્ટ્રોના હિતોનો વિચાર કરે છે. તેનાથી વિપરીત, 66% લોકોએ જણાવ્યું હતું કે, અમેરિકા અન્ય દેશોની ચિંતાઓને મહત્વ આપતો નથી. જર્મની આનું મુખ્ય ઉદાહરણ છે. 2023 માં ત્યાંના 60% લોકો માનતા હતા કે અમેરિકા અન્ય રાષ્ટ્રોના હિતોને ધ્યાનમાં લે છે, પરંતુ હવે તે આંકડો ઘટીને માત્ર 23% થઈ ગયો છે. ફ્રાન્સ, સ્વીડન અને ઘણા નાટો દેશોમાં પણ આવી જ લાગણી જોવા મળી હતી. 35% લોકો માને છે કે અમેરિકા વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેનાથી વિપરીત, 63% લોકો માને છે કે, અમેરિકા વિશ્વમાં શાંતિ અને સ્થિરતામાં ખૂબ જ ઓછું અથવા કંઈ જ યોગદાન આપતું નથી. ફિલિપાઇન્સ, કેન્યા અને ઇઝરાયલ જેવા દેશોમાં અમેરિકાની ભૂમિકાને સકારાત્મક રીતે જોવામાં આવે છે, ત્યારે યુરોપ અને લેટિન અમેરિકાના ઘણા દેશોમાં આ ધારણામાં તીવ્ર ઘટાડો થયો છે.