Tue Jun 23 2026

Logo

દક્ષિણ કોરિયાના માર્કેટમાં કેમ આવ્યો 'ભૂકંપ'? 20 મિનિટ ટ્રેડિંગ બંધ કરવું પડ્યું!

Seoul   2026-06-23 17:23:01
Author: Mumbai Samachar Team
Article Image

સેમસંગ સહિતની દિગ્ગજ કંપનીઓના શેર કકડભૂસ: જાણો શું છે 'સર્કિટ બ્રેકર' અને બજાર તૂટવાનું અસલી કારણ

મુંબઈ/સીઉલઃ ભારતીય શેરમાર્કેટ દરરોજ નાની-મોટી ઉથલ-પાથલ જોવા મળે છે. કોઈ શેર માલામાલ કરી દે છે તો ક્યારેક રોકાણકારોને માથ હાથ મૂકીને રડવું પડે છે. મંગળવારે ભારતીય શેરમાર્કેટમાં એક મોટો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી 200 પોઈન્ટની આસપાસ તૂટ્યો, ન માત્ર ઈન્ડિયન સ્ટોકમાર્કેટ પણ એશિયાઇ માર્કેટમાં પણ એક મોટો ફેરફાર જોવા મળ્યા હતા, જેની સીધી અસર રોકાણકારો પર થઈ હતી. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, માત્ર ભારતીય માર્કેટમાં જ નહીં દક્ષિણ કોરિયાના માર્કેટમાં પણ લોઅર સર્કિટ લાગી હોવાના રિપોર્ટ મળ્યા છે.  કોસ્પી ઈન્ડેક્સ 10 ટકા ગગડ્યો અને 20 મિનિટ સુધી ટ્રેડિંગ સસ્પેન્સ કરવાનું સૌને આશ્ચર્ય થયું હતું.

માર્કેટમાં અસ્થિરતા વધી?

બિઝનેસ એક્સપર્ટ અલેક્ઝેડર રેડમેને જણાવ્યું હતું કે, મંગળવારે માર્કેટ નીચું જતા માર્કેટમાં અસ્થિરતા વધી હતી. એક જ દિવસમાં મોટી અસ્થિરતા જોવા મળતા અનેક રોકાણકારોને સીધી અસર થઈ હતી.આ પ્રકારની સ્થિતિ માર્કેટમાં કલ્પી ન શકાય એવી અસ્થિરતા દર્શાવે છે. આ કારણે નવા રોકાણકારોની ચિંતા પણ વધી જાય છે. માર્કેટમાં અસ્થિરતા ચરમસીમા ચરમસીમા પર પહોંચી હતી.મને એ વાતની ચિંતા છે કે, આવી સ્થિતિ ઊભી થાય ત્યારે રિટેલરની ભૂમિકા મોટી હોય છે. આ પાછળનું કારણ એ છે કે તેઓ એક મોટા માર્જિનનો ઉપયોગ કરે છે.

માર્કેટ કેપિટલાઈઝેશનમાં માર્જિન ઓછું હોય છે અને એમાં ફાયદાનું પ્રમાણ ઓછું થાય એ ચિંતાનો વિષય છે. નિયામકોએ હવે લીવરેન્જડ સિક્યોરિટી ઈટીએફને મંજૂરી આપી દીધી છે, જેનાથી સ્થિતિ વધારે બગડી છે. માર્કેટ એક દિવસમાં આવી રીતે ક્રેશ થવા પાછળનું કારણ ઈન્ડેક્સ હાઈ પર પહોંચ્યા બાદ નફાની વસુલી મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય એઆઈ સ્ટોક અને સેમિકંડક્ટર શેરમાં હાઈ વેલ્યુએશનની અસર પણ જોવા મળી છે. 

કઈ કંપનીના શેર ઘટ્યા?

એઆઈ બૂમ અંતર્ગત કોરિયાઈ શેર માર્કેટ KOSPI આ વર્ષે 94.67 ટકા સુધી ઉછળ્યો હતો. જ્યારે ડૉલરની તુલનામાં વોન 6.5 ટકા નબળો પડી ગયો હતો.છેલ્લા એક વર્ષમાં 200 ટકાનું રીટર્ન પણ તે આપી ચૂક્યો છે. એવામાં આ પ્રકારનો કડાકો બોલ ત્યારે એઆઈનો પરપોટો ફૂટ્યો એવું અવશ્ય કહી શકાય છે. 

સાઉથ કોરિયાના શેર માર્કેટમાં થયેલા કડાકામાં સૌથી મોટો અને મહત્ત્વનો રોલ ટોપ ગણાતી કંપનીઓનો રહ્યો છે. જેમાં સેમસંગ, એસકે જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. સેમસંગ ઈલેક્ટ્રિકના શેર 10 ટકા ગગડ્યા તો બીજી તરફ એસકે હાનિક્સના 12 ટકા ગગડ્યા હતા. 

KOSPIમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 20 મિનિટના ટ્રેડિંગ ગેપ બાદ શેરમાર્કેટમાં ફરી કારોબાર શરૂ થયો હતો. સુધારાના બદલે નુકસાન વધી ગયું હતું. આ માહોલ વચ્ચે 10 ટકા KOSPI ઈન્ડેક્સ એકાએક ઘટી ગયેલો જોવા મળ્યો હતો. 

શું છે સર્કિટ બ્રેકર

સાઉથ કોરિયામાં ભારતીય સમય અનુસાર સવારે 5.30 વાગ્યે ટ્રેડિંગ શરૂ થાય છે, જ્યારે 12 વાગ્યે ક્લોઝિંગ થાય છે. મંગળવારે દક્ષિણ કોરિયાના માર્કેટમાં KOSPI ખુલ્યા બાદ થોડી જ વારમાં 8 ટકા તૂટી ગયો હતો. આની સીધી અસર માર્કેટમાં જોવા મળી હતી. એ પછી સર્કિટ બ્રેકર એક્ટિવ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓનો રિપોર્ટ જોતા KOSPI માં વેચાવલી વધી ગઈ હતી. કારોબાર એકવાર શરૂ થયા બાદ કડાકો બોલી જતા વેચવાલી નીચે ઊતરી ગઈ હતી. 

હવે સાઉથ કોરિયાના રોકાણકારોએ એલર્ટ થવાની જરૂર છે એવું નિષ્ણાંતો કહે છે. જે રીતે ઘરમાં લગાવેલી MCB શોક સર્કિટ થતા ઘરમાં આવેલી વીજળીને સંપૂર્ણ રીતે કટ કરીને ઘરને સંપૂર્ણ રીતે બતાવે છે એવું કામ સર્કિટ બ્રેકરનું હોય છે. જ્યારે માર્કેટમાં વધારે પડતું પેનિક ઊભુ થાય અને ઈન્ડેક્સ નક્કી કરેલી મર્યાદા કરતા ઘટી જાય એ સમયે માર્કેટમાં ટ્રેડિંગ રોકી દોવામાં આવે છે. આને સર્કિટ બ્રેકર ઈફેક્ટ કહેવાય છે.