મુંબઈ: બિગ બોસ-19ના સ્પર્ધક પ્રણિત મોરેની રૂપિયા 370 બિરયાની વિશે વાઇરલ થયેલી ટિપ્પણીને લઈને ચાલી રહેલો વિવાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેમાં ઉર્ફી જાવેદે પણ આ બાબતે પોતાના મંતવ્યો સ્પષ્ટપણે શેર કર્યા છે. ઉર્ફી જાવેદે જણાવ્યું કે કોઇ પણ વાંધા વિના તેને કેવી રીતે મંજૂરી આપી શકાય. તેમજ નાણાં ખર્ચવાથી તમને ઇન્ટેમસીનો અધિકાર નથી મળતો.
ટિપ્પણીઓની ખુલ્લેઆમ ટીકા કરનારી મહિલાઓની પ્રશંસા
ઉર્ફી જાવેદે આ ટિપ્પણીને અપમાનજનક ગણાવી અને સંમતિ,આદર અને જવાબદારી પર ભાર મૂક્યો હતો. ઉર્ફી એ પ્રણીત મોરેની ટિપ્પણીઓની ખુલ્લેઆમ ટીકા કરનારી મહિલાઓની પ્રશંસા કરી.
મહિલાઓ જ તેમને યોગ્ય જવાબ આપી શકશે
ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે શું આ હાસ્ય કલાકારોની ટીમમાં મહિલાઓ નથી. તેમને કોણ કહેશે. આ યોગ્ય છે કે નહિ. આ ખરેખર અપમાનજનક છે. મને લાગે છે કે કદાચ તેમણે ટીમમાં વધુ મહિલાઓને રાખવી જોઈએ જે તેમને કહી શકે કે આ યોગ્ય છે કે નહિ. મને લાગે છે કે મહિલાઓ જ તેમને યોગ્ય જવાબ આપી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે, તમે રૂપિયા 3 લાખ ખર્ચો કે રૂપિયા ૩ કરોડ તમને ઇન્ટેમસીનો અધિકાર મળતો નથી. આ જ હકીકત છે અને તે જ મહત્વનું છે.