મુંબઈઃ જો તમે ક્રાઈમ, સસ્પેન્સ, ટ્વિસ્ટ, રીસર્ચ અને માઈન્ડ-બ્લોઈંગ ટ્વિસ્ટ ધરાવતી ફિલ્મો જોવાના શોખીન છો, તો એમેઝોન પ્રાઇમ વિડિયો પર અત્યારે એક તેલુગુ ફિલ્મ ભારે ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મનું નામ છે 'મારીચિકા'છે. આ એક એવી સાયકોલોજિકલ મર્ડર મિસ્ટ્રી છે જેનો ક્લાઈમેક્સ અંદરથી હલાવી દેશે.ખાસ કરીને ફિલ્મમાં જે રીતે દરેક ફ્રેમ પર કામ કરવામાં આવ્યું છે એ જોઈને દર્શકો ચોંકી જશે. ફિલ્મની વાર્તા સામાન્ય રીતે શરૂ થાય છે અને કલ્પનાના ઘોડા આગળ દોડે એ પહેલા જ ઝટકો લાગે છે. વાત વેંકટ લક્ષ્મી નામની એક યુવતીની થાય છે. ફિલ્મમાં જે રીતે ફ્રેમ ટુ ફ્રેમ કામ કરવામાં આવ્યું છે એ ક્નેક્ટિવિટી જોઈને માની ન શકાય એવો ટ્વિસ્ટ આગળ આવે છે.
કોણે માર્યો સંજુને
લક્ષ્મી હાંફતી-ભાગતી પોતાના પ્રેમી સંજુ પાસે પહોંચે છે, પરંતુ ત્યાં જઈને જુએ છે તો સંજુનું મોત થઈ ચૂક્યું હોય છે. વેંકટ લક્ષ્મી ત્યાંથી 'મારીચિકા' નામની રહસ્યમય છોકરીને ભાગતી જુએ છે. તે સીધી પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસને જણાવે છે કે સંજુને ખતમ કરનાર કોઈ પુરૂષ નહીં પણ મારીચિકા નામની યુવતી છે. ફિલ્મ અહીંયાથી શરૂ થાય છે. ભૂતકાળમાં આખો કેસ જાય છે. વેંકટ લક્ષ્મી ગરીબ પરિવારમાંથી આવીને કોલેજમાં ભણતી હોય છે. તેને કોલેજ પાસે કેફે ચલાવતા સંજુ સાથે પ્રેમ થઈ જાય છે. આ દરમિયાન વિદેશથી 'મારીચિકા' નામની એક અમીર છોકરીની એન્ટ્રી થાય છે. વેંકટ લક્ષ્મી અને મારીચિકા પાક્કા મિત્રો બની જાય છે. સંજુની મુલાકાત કરતા જ્યારે મારીચિકા સાથે સંબંધ ઘણા નિકટ થાય છે ત્યારે ડખો થાય છે. સંજુ મારીચિકાને ઈમ્પ્રેસ કરવા માટે ક્યારેક તેના ઘરે કેક લઈને જાય છે તો ક્યારેક તેના પૈસા બચાવવામાં મદદ કરે છે.
લક્ષ્મી સુધી વાત પહોંચે છે
મારીચિકા આ બધી વાતો વેંકટ લક્ષ્મીને જણાવે છે, જેનાથી વેંકટ લક્ષ્મીને અંદર જ અંદર અદેખાઈ થવા લાગે છે. આ પછી પણ લક્ષ્મી સંજુ સાથે જીવન જીવવા તૈયાર થાય છે. જ્યારે સંજુ અને વેંકટ લક્ષ્મી આ બધું સેટલ કરીને ખુશ થઈ રહ્યા હોય છે, ત્યારે જ મારીચિકા પાછી આવે છે! હકીકતમાં તે સંજુના હુમલામાંથી બચી ગઈ હતી અને હવે બદલો લેવા આવી હતી.રીવેન્જ સ્ટોરી તો ફિલ્મોમાં સામાન્ય છે પણ જે રીતે આખી વાતને સ્ક્રિનથી સમજવવામં આવી છે દમદાર છે. પહેલીવાર જોતા એવો ખ્યાલ આવે કે આ કોઈ કાલ્પનિક પાત્ર હોઈ શકે છે પણ ખરેખર વાર્તામાં ક્નેક્ટિવિટી ત્યારે જોવા મળે છે જ્યારે મારીચિકાનો નવો અવતાર પાછો આવે છે.
અસલી તપાસ પછી શરૂ થઈ
આ બધા વચ્ચા મામલો ત્યાં ગોટે ચડે છે કે, પોલીસને એવું લાગે છે કે, યુવતીના દિમાગની સ્થિતિ સારી નથી. મારીચિકાની તપાસ કરતા લક્ષ્મીની વાત પર પોલીસને આશંકા જાય છે અહીંયાથી કેસની અસલી તપાસ શરૂ થાય છે. કૉલેજ કાળથી લઈને પછીની વાસ્તવિક જિંદગી સુધી બદલાની ભાવના કેવી રીતે જીવી ગઈ કહાની રસપ્રદ છે. ખાસ કરીને જે ફ્લોથી સ્ટોરી આગળ વધે એમાં એક પણ જગ્યાએ ફિલ્મ પાટા પરથી ખસતી નથી. પરાણે ફિલ્મ પૂરી કરવા માટે બનાવી દીધી હોય એવું પણ લાગતું નથી. જે રીતે ફિલ્મની લંબાઈ છે એના દરેક પાસામાં એક દમ છે.