મુંબઈઃ ઓટીટી પર પોપ્યુલર વેબ સિરીઝ મિર્ઝાપુર હવે ફિલ્મ રૂપે આવી રહી છે. આ વાવડ સામે આવતા જ ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને છે. આ વાતથી ફેન્સ હવે ઉત્સાહિત થઈ ગયા છે. આ માહોલ વચ્ચે હવે ફિલ્મનું ટિઝર રિલીઝ થવાનું છે. ટિઝર લૉંચ થાય એ પહેલા મેકર્સે એક મસ્ત પોસ્ટર લૉંચ કરી દીધું છે. ફરી એકવાર મિર્ઝાપુરની દુનિયા સિનેસ્ક્રિન પર જીવંત થવા જઈ રહી છે. એક લાંબા બ્રેક બાદ ગુડ્ડભૈયા, કાલિન ભૈયા અને ગુડ્ડ પંડિતનો એક અલગ અવતાર જોવા મળશે.
ડ્રામાની દુનિયા ફરી જોવા મળશે
આવનારા સમયમાં મિર્ઝાપુરનું ટિઝર લૉંચ થવાનું છે. ફેન્સ આ ફિલ્મમાં નવું શું છે એ જોવા માટે આતુર છે. આ પોસ્ટર સાથે મેકર્સે હવે આ ફિલ્મના ટિઝરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ ફિલ્મનું ટિઝર 25 જુનના રોજ બપોરે 12 વાગ્યે રિલીઝ થવાનું છે. આ ફિલ્મ માત્ર હિન્દી અને તેલુગુ ભાષામાં જ જોવા મળશે. મેકર્સે ફરીવાર આ પોસ્ટરમાં એક ગાદી બતાવી દીધી છે. બંન્ને બાજુ ફાયરિંગ કરવા માટે તૈયાર છે. સત્તા, સંગ્રામ, ડ્રગ્સ અને ડ્રામાની દુનિયા ફરીવાર જોવા મળશે. આ ચાર જ પાસા પર મિર્ઝાપુરની દુનિયા ટકી હતી. પોસ્ટરમાંથી ખાસ કોઈ પ્રકારનો ખુલાસો થતો નથી. ટિઝર સામે આવ્યા બાદ ખ્યાલ આવશે કે, ફિલ્મની વાર્તા શું છે.
ફિલ્મની ટીમ મજબૂત છે
મિર્ઝાપુર એક મોટા બજેટ સાથે મોટી સ્ક્રિન પર આવી રહી છે. ફરી એકવાર પોલિટિક્સ અને એક્શનનું કોમ્બિનેશન જોવા મળવાનું છે. દર્શકો એ વાતની રાહ જોઈને બેઠા છે કે, આખરે આ ફિલ્મમાં વાર્તા શેની હશે અને વિષય ક્યો મેકર્સે લીધો છે.એમેઝોન એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત'મિર્ઝાપુર: ધ મૂવી' ગુરમનીત સિંહ દ્વારા તૈયાર કરવામાં આવી છે.પુનીત કૃષ્ણ દ્વારા લખાયેલ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ કાસિમ જગમગિયા અને વિશાલ રામચંદાની દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે અને 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ વિશ્વભરમાં મોટા પાયે થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
મિર્ઝાપુર: ધ મૂવી - સ્ટાર કાસ્ટ
'મિર્ઝાપુર: ધ મૂવી' ની સ્ટાર કાસ્ટમાં જીતેન્દ્ર કુમાર, રવિ કિશન, અભિષેક બેનર્જી, રસિકા દુગલ, શ્વેતા ત્રિપાઠી, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા ગૌર, સુશાંત સિંહ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ, કુલભૂષણ ખરબંદા, સોનલ ચૌહાણ, પ્રમોદ પાઠક અને અનંગશા બિશ્વાસનો સમાવેશ થાય છે.
મિર્ઝાપુર શ્રેણી વિશે
મિર્ઝાપુર ભારતની સૌથી લોકપ્રિય ક્રાઈમ થ્રિલર શ્રેણીઓમાંની એક છે. તેની વાર્તા મિર્ઝાપુરની દુનિયામાં સેટ છે, જ્યાં સત્તા, રાજકારણ અને ગુના ખૂબ જ ગહન રીતે જોડાયેલા છે. મુખ્ય ભૂમિકાઓમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો દર્શાવતી આ શ્રેણી પૂર્વાંચલ પ્રદેશ પર નિયંત્રણ માટે તીવ્ર યુદ્ધ દર્શાવે છે.વર્ષ 2018 માં તેની શરૂઆત થઈ ત્યારથી, મિર્ઝાપુરે તેની આકર્ષક વાર્તા, યાદગાર પાત્રો અને આઘાતજનક વળાંકોને કારણે વિશાળ ચાહક શ્રેણી મેળવી છે અને સ્ટ્રીમિંગ યુગની સૌથી સફળ ભારતીય વેબ શ્રેણીઓમાંની એક તરીકે ઊભરી આવી છે.